News of Monday, 9th June 2025
શિક્ષણ સમિતિની અંગ્રેજી શાળામાં રપ બાળકોને પ્રવેશ : ડ્રો સંપન્ન
મનપા સંચાલીત ૩ ઇંગ્લીશ મીડીયમ શાળામાં ૧૩ છાત્રા તથા ૧ર છાત્રોને મળશે નિઃશુલ્ક શિક્ષણ : પરસોતમભાઇ રૂપાલા તથા નયનાબેન પેઢડીયાની ઉપસ્થિતિ

રાજકોટ, તા. ૯ : રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ હસ્તક ત્રણ અંગ્રેજી માધ્યમની શાળાઓ કાર્યરત છે તેમાં નર્સરીના પ્રવેશ માટે આયોજન કરવામા આવેલ હતું. આ કાર્યક્રમમાં હાજર રહેલ નાની દિકરીઓના હસ્તે તમામ ચીઠ્ઠીઓ ખેંચાવામાં આવેલ હતી અને પ્રવેશ મેળવેલ દરેક વિધાર્થીનુ નામ ઉપસ્થિત મહાનુભાવો મારફત જાહેર કરવામાં આવેલ. આ પ્રવેશ પ્રક્રિયામાં શાળા દિઠ ૧૩ દિકરીઓ અને ૧૨ દિકરાઓ એમ કુલ ૨૫ વિધાર્થીઓને ડ્રો મારફત પ્રવેશ આપવામાં આવેલ.
કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહેમાનોના હસ્તે દિપ પ્રાગટયથી કરવામાં આવેલ અને ત્યારબાદ તમામ મહેમાનો મંચ ઉપર બિરાજમાન થયેલ. મહેમાનોનું શાબ્દીક સ્વાગત શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમભાઈ પુજારા મારફત કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવેલ.
ઉપસ્થિત મહેમાનોને પ્રખ્યાત મહાનુભાવોના સુવિચાર સાથેની પુસ્તક અર્પણ કરી શિક્ષણ સમિતિના સભ્યો મારફત સન્માન કરવામાં આવેલ અને કાર્યક્રમને આગળ લઈ જવામાં આવેલ.
કાર્યક્રમ અધ્યક્ષ માન. મેયર મતી નયનાબેન પેઢડિયા મારફત સૌપ્રથમ તમામ મહેમાનોનુ સ્વાગત કરવામાં આવેલ અને બાળકોને વધુને વધુ શિક્ષણ પ્રાપ્ત કરવામાં આવે તેવો ઉપસ્થિત તમામ વાલીઓને અનુરોઘ કરેલ..
ત્યારબાદ કાર્યક્રમના ઉદ્ધાટક પરષોતમભાઈ રૂપાલા સાંસદ રાજકોટએ પોતાના શિક્ષણ વિશેના અંગત અનુભવના દ્રષ્ટાંતથી વાલીઓને બાળકો પ્રત્યે સજાગતા લાવવા અને બાળકને હુંફાળુ વાતાવરણ પુરૂ પાડવા સલાહ આપેલ. તેમજ બાળકના મનમાં જે વાત દબાયેલી રહે છે તે માતા-પિતાએ બહાર લાવવી અને બાળક સાથે બાળક જેવા બની તેને જીવનમાં શિક્ષણના માર્ગે વાળવા. બાળકને શાળામાં મોકલ્યા એટલે અમારી જવાબદારી પૂર્ણ પરંતુ બાળકને પ્રાપ્ત શિક્ષણમાં માતા-પિતાએ પણ પોતાની જવાબદારી અદા કરવી એટલી જ જરૂરી બાબત છે જેની ખાસ ટકોર કરી હતી
આ કાર્યક્રમમા મોહનભાઈ કુંડારીયા, પૂર્વ સાંસદ, રાજકોટ, ડો. માઘવભાઈ દવે, પ્રમુખ રાજકોટ શહેર ભાજપ, ડો. દર્શીતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા ઘારાસભ્ય રાજકોટ, મતી બિનાબેન આચાર્ય, મંત્રી, પ્રદેશ ભાજપ, મુકેશભાઈ દોશી, પૂર્વ પ્રમુખ, રાજકોટ શહેર ભાજપ, નરેન્દ્રસિંહ જાડેજા, ડે. મેયર, આરએમસી, લીલુબેન જાદવ, નેતા શાસક પક્ષ, આરએમસી, મનીષભાઈ રાડીયા, દંડક શાસક પક્ષ, આરએમસી, વિરેન્દ્રસિંહ ઝાલા મહામંત્રી, રાજકોટ શહેર ભાજપ, કિરીટસિંહ પરમાર, શાસનાધિકારી ન.પ્રા.શિ.સ. રાજકોટ અને સંગીતાબેન છાયા, અજયભાઈ પરમાર, રસિકભાઈ બદ્રકિયા, વિક્રમસિંહ જાડેજા, વિરમભાઈ સાંબડ, મનસુખભાઈ વેકરીયા, ઈશ્વરભાઈ જીતીયા, સુરેશભાઈ રાઘવાણી, હિતેષભાઈ રાવલ, જયદિપભાઈ જલ, જગદીશભાઈ ભોજાણી, સદસ્યઓ શિક્ષણ સમિતિ પોતાનો અમુલ્ય અને કિંમતી
સમય ફાળવી પ્રવેશ મેળવેલ બાળકોને અભિનંદન સાથે આર્શીવાદ આપેલ. ઉકત કાર્યક્રમમાં તમામ મહાનુભાવોનુ આભાર દર્શન શિક્ષણ સમિતિના વાઈસ ચેરમેન ડો.પ્રવિણભાઈ નિમાવત મારફત કરવામાં આવેલ.
(4:15 PM IST)










