News of Monday, 9th June 2025
જુન મહિનાના જથ્થાથી વંચિત રહેલા હજારો રાશનકાર્ડ ધારકોને તાકિદે જથ્થો મળે તે માટે મુદ્ત વધશેઃ આવેદન
કાર્ડ હોલ્ડરોમાં રોષ ફાટી નીકળ્યો છેઃ દુકાનદારો ભોગ બને છેઃ શહેર ફેરપ્રાઇસ શોપ એસોની રજૂઆત..

રાજકોટ તા.૯: શહેર ફેર પ્રાઇઝ શોપ એસો. એ પૂરવઠાનિયામકને PSO મારફત આવેદન પાઠવી જૂન ૨૦૨૫ માસમાં જથ્થાથી વંચિત રહેલા રાશનકાર્ડ ધારકોને જથ્થો ધારકોને જથ્થો મળે એ બાબતે તાકિદે યોગ્ય કરવા માંગણી કરી હતી.
આવેદનમાં ઉમેર્યુ કે સરકાર સરકાર દ્વારા ૧૩ મેં ના રોજ કરવામાં આવેલા પરિપત્ર અનુસાર મેં તથા જૂન માસનું વિતરણ મેં મહિનામાં કરવાનું ઠરાવવામાં આવ્યું હતું પરંતુ રાજકોટ જિલ્લા સહિત અનેક જિલ્લાઓમાં ૩૧ મેં સુધી જૂન માસનો જથ્થો સસ્તા અનાજની દુકાન ખાતે પહોંચાડવામાં આવી શકયો ન હતો ત્યારબાદ એક થી પાંચ જૂન સુધીની જૂન માસના વિતરણની મુદત પણ લંબાવવામાં આવી હતી, પરંતુ આમ છતાં ખાસ કરીને રાજકોટ શહેરના દુકાનદારોને જૂન મહિનાનાં વિતરણના છેલ્લા દિવસોમાં જથ્થો મળ્યો હોવાના કારણે રાશનકાર્ડ ધારકોનો દુકાન ખાતે ઘસારો થયો હતો, પરંતુ ખૂબ જ ટૂંકી મુદતમાં વિતરણ શકય બન્યું ન હોવાથી હજારો રાશનકાર્ડ ધારકો જથ્થાથી વંચિત રહ્યા હતા જેના કારણે આ રાશનકાર્ડ ધારકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને આ રોષનો ભોગ સસ્તા અનાજના વેપારી ભાઈઓએ બનવું પડ્યું
ઉપરોક્ત બાબતના કારણે રાજકોટ શહેર ફેર પ્રાઈસ શોપ એસોસિએશનના વેપારીઓ દ્વારા આ સમસ્યાના નિવારણ માટે તથા જરૂરિયાતમંદ અને ગરીબ રાશનકાર્ડ ધારકોને જથ્થાથી વંચિત રહેવું ન પડે એ માટે જૂન માસના વિતરણની મુદત લંબાવવામાં આવે તથા ૧૩ મેં બાદ જે રાશનકાર્ડ ધારકોએ ekyc કર્યું છે તેમને પણ જથ્થો મળી રહે એ માટે જરૂરિયાત મુજબ દુકાનદારોને પુરક પરમિટ આપવામાં આવે તથા જુન માસના વિતરણને લંબાવવામાં આવે એવી માંગણી કરવામાં આવે છે.,
જો જૂન માસના વિતરણની મુદત લંબાવવામાં આવે તથા પૂરક પરમીટ આપવામાં આવે તો ગરીબ અને જરૂરિયાતમંદ રાશનકાર્ડ ધારકોને એમના હિસ્સાનું અનાજ મળી રહે એ માટે યોગ્ય કરવા આપ ને વિનંતી છે.
(4:16 PM IST)










