News of Monday, 9th June 2025
મનપા દ્વારા પ્લોટની ફાળવણી છતાં ડિમોલીશન કેમ? લલુડી વોકડીના રહેવાસીઓની વેદના
કોર્પોરેશન કચેરી ખાતે સ્થાનીકો ઉમટી પડયાઃ મ્યુ. કમિશનરને ન્યાયની માંગ સાથે રજૂઆત

રજૂઆત :.. શહેરના લલુડી વોંકડી વિસ્તારવાસીઓએ મનપા દ્વારા આપવામાં આવેલ નોટીસ પ્રશ્ને યોગ્ય કરવા મ્યુનિ. કમિશનરને પત્ર પાઠવી યોગ્ય કરવા માંગ કરી છે. (તસ્વીર : અશોક બગથરીયા)
રાજકોટ તા. ૯ :.. શહેરના વોર્ડ નં. ૧૪ માં આવેલ લલુડી વોંકડી વિસ્તારના રહેવાસીઓને વારંવાર મનપા દ્વારા ડીમોલીશનની નોટીસ આપવામાં આવતા સ્થાનીકો દ્વારા આજે કોર્પોરેશન કચેરી ખાતે મ્યુ. કમિશનરને આવેદન આપી ન્યાયની માંગણી કરી હતી.
આવેદનમાં જણાવ્યા મુજબ વોર્ડ નંબર ૧૪ રાજકોટ ટીપી ૬ અંતિમ ખંડ ૧૬૦ સબ પ્લોટ નંબર ૩૫ લલુડી વોકળી વિસ્તારમાં અમો આશરે ૪૫ વર્ષથી રહેણાંક વસવાટ કરીએ છીએ. આ જમીનમાં રાજકોટ મ્યુનિસિપાલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીમાં તારીખઃ૧૫ જૂલાઇ ના ઠરાવ નંબર ૨૩૩ થી લાભાર્થીને ૨૫ ચોરસ મીટર ફાળવવાનું નક્કી થયેલું હતું અને સ્થળ પર રોજકામ કરી તારીખઃ૪/ માર્ચ ૧૯૯૪ ના રોજ જરૂરી ફી વસૂલ કરી ને જગ્યા દરેક લાભાર્થીને ફાળવવામાં આવેલી હતી.
છેલ્લા ત્રણેક વર્ષથી આરએમસીની વિવિધ બ્રાન્ચો દ્વારા પોલીસ પ્રોટેક્શન લઈને રજાના દિવસોમાં પણ વિવિધ પ્રકારની સંમતિ લેવી આધાર પુરાવા રજૂ કરવા અને તમો આ વિસ્તાર ખાલી કરીને આરએમસી આવાસ યોજનામાં જવા ફરજ પાડવામાં આવે છે.
આ કાર્યવાહી દરમિયાન આઘેડ વય મહિલાનું આઘાતમાં મળત્યુ પણ થયેલ છે. જો આમ કરવામાં નહીં આવે તો અમો જેસીબી દ્વારા ડિમોલેશન કરવા જણાવાયું છે.
આ બાબતે અમી લતાવાસી દ્વારા માંગ છે કરેલ. અમારી માલિકી હોવા છતાં કેમ નોટીસ આપવામાં આવે છે? આમાં કોઈ અંગત સ્વાર્થ નથી ને તે બાબતે પણ તપાસ ે આરએમસી દ્વારા આ અંતિમ ખંડ ૧૬૦ માં તાજેતરમાં કોઈ પ્રોજેક્ટ લોન્ચ થયેલ છે કે કેમ તેની વિગત હોય તો જાહેર કરવા બંધારણીય હક મુજબ અમોને ન્યાય આપવા આપ આવેદન પત્રના અંતમાં માંગ કરી હતી.
(4:21 PM IST)










