News of Monday, 9th June 2025
જેમ્સ એન્ડ જવેલરી એસોસીએશન રાજકોટ દ્વારા ડો. માધવ દવેનું સન્માન

રાજકોટઃ શહેર ભાજપના નવનિયુક્ત પ્રમુખ ડો. માધવભાઈ દવેની જેમ્સ એન્ડ જવેલરી એસોસિએશન રાજકોટના હોદ્દેદારો તેમજ સોની બજારના અગ્રણી વેપારીઓએ મુલાકાત લીધી હતી અને તેમની વરણીને આવકારી હતી તેમજ ડી. માધવભાઈ દવેનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે વોર્ડ નંબર ૭ ના પ્રમુખ વિશાલભાઈ માંડલીયા, જેમ્સ એન્ડ જવેલરી એસોસિએશન રાજકોટના ઉપપ્રમુખ હર્ષદભાઇ રાણપરા, વિજયભાઇ પારેખ, નિરનભાઈ બારભાયા, સંજયભાઈ પરમાર, કિશનભાઇ રાજાણી તેમજ સોની બજારના અગ્રણીઓ રમેશભાઇ લોલારીયા, મનીશભાઇ આદેશરા, વિરેનભાઇ બારભાયા, નિરવભાઈ ઝવેરી, ધવલભાઇ ઝવેરી, વિરાટભાઇ ધોળકિયા સર્વે ઉપસ્થિત રહ્યા હતા.
(4:21 PM IST)










