<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th June 2025

કોઠારીયા વિસ્‍તારવાસીઓને દોઢ વર્ષ બાદ જન્‍મ-મરણ પ્રમાણપત્ર-વસુલાતની સુવિધા ઘર આંગણે

મનપા દ્વારા ચોથી સાઉથ ઝોન ઓફીસ કામનો પ્રારંભ : વોર્ડ નં. ૧પ,૧૬,૧૭, ૧૮ નો સમાવેશ

 રાજકોટ, તા. ૦૯ :  શહેરના કોઠારીયા વિસ્‍તારવાસીઓને દોઢ વર્ષ બાદ જન્‍મ-મરણ પ્રમાણપત્ર વિવિધ વસુલાત, ફરીયાદ માટે હવે ઘર આંગણે સુવિધા મળશે. કેમકે, મનપા દ્વારા ચોથી ઝોન ઓફીસ ‘સાઉથ ઓફીસ' ઓટ્‍્‌સ નિર્માણ કામનો પ્રારંભ કરવામાં આવ્‍યો છે. હાલના વોર્ડ નં. ૧પ,૧૬,૧૭,૧૮ નો સમાવેશ કરવામાં આવનાર છે.

 મહાનગરપાલિકા નાગરિકોને પોતાના નિવાસ સ્‍થાનથી નજીકના સ્‍થળે મહાનગરપાલિકાની વિવિધ સેવાઓ ઉપલબ્‍ધ બને તે માટે કટીબધ્‍ધ છે.  મહાનગરપાલિકાની સ્‍થાપનાથી તમામ વોર્ડ અને વિભાગોની કામગીરી ઢેબરભાઈ રોડ કાર્યરત મુખ્‍ય કચેરી એટલે કે, સેન્‍ટ્રલ ઝોન ખાતેથી કરવામાં આવતી હતી. વર્ષ ૧૯૯૮માં રાજકોટ શહેરની હદ વિસ્‍તારમાં મવડી અને રૈયા ગામનો સમાવેશ થતા મહાનગરપાલિકાના વિસ્‍તારમાં વધારો થયેલ. જેના ભાગરૂપે વર્ષ ૨૦૦૬માં ૧૫૦ ફૂટ રિંગ રોડ પર ૅશ્રી હરીસિંહજી ગોહિલ ભવનૅ વેસ્‍ટ ઝોન કચેરી અને વર્ષ ૨૦૦૭માં ભાવનગર રોડ પર ૅશ્રી ઝવેરચંદ મેઘાણી ભવનૅ ઇસ્‍ટ ઝોન ઓફિસનું નિર્માણ કરી, કાર્યરત કરવામાં આવી. જેને પરિણામ રૂપ નાગરિકોને વોર્ડ નિવાસસ્‍થાનથી નજીક ઝોન ઓફિસ ખાતેથી સુવિધાઓ પ્રાપ્ત થવા લાગી. બાદમાં, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૧૫ માં કામગીરીનું વિશેષ વિસ્‍તળતિકરણ કરી, વોર્ડ ઓફિસ ખાતેથી અમૂક સેવાઓ જેવી મિલકતવેરા, વ્‍યવસાયવેરા, વાહનવેરો, જન્‍મ મરણ પ્રમાણપત્ર, વિવિધ વસુલાત, ફરિયાદ નોંધણી વગેરે જેવી કામગીરી શરૂ કરવામાં આવી.

 રાજકોટ શહેરની હદ વિસ્‍તારમાં વર્ષ ૨૦૧૫માં કોઠારીયા અને વાવડી ગામ અને વર્ષ ૨૦૨૦ માં મુંજકા, મોટા મૌવા, માધાપર, ઘંટેશ્વર અને મનહરપુર-૧ સહિતના ગામ વિસ્‍તારનો સમાવેશ થતા, રાજકોટ મહાનગરપાલિકાની હદમાં વિશેષ વધારો થયેલ છે. જેના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૦૭/૦૬/૨૦૨૫, શનિવારના રોજ વોર્ડ નં.૧૮, ટી.પી.સ્‍કીમ નં.૧૨(કોઠારીયા), એફ.બી.નં.૧૫/એ, બોલબાલા ૮૦ ફૂટ મેઈન રોડ, રાધે ચોક, રાધાકળષ્‍ણ સોસાયટીની બાજુમાં વોર્ડ નં.૧૫,૧૬,૧૭,૧૮ માટે રૂ.૨૭.૫૮ કરોડના ખર્ચે અલગ સુવિધાયુક્‍ત ૅસાઉથ ઝોનૅ ઓફિસ નિર્માણ કરવાના કામનો શુભારંભ કરવામાં આવ્‍યો.      

ઝોન ઓફીસમાં કઇ કઇ સુવિધા

કુલ ખર્ચ રૂા. ર૭.પ૮ કરોડ, કામની મુદત ૧૮ માસના ખર્ચે  બિલ્‍ટઅપ એરીયા ૧,૯૯,૭૩૯ ચો.ફૂટ માં કવડૅ પાર્કિંગ, ર-રેમ્‍પ, ૩-લિફટ, ૩-સીડી, કવર્ડ ર્પાકિંગ, ૨-રેમ્‍પ, ૩-લિફ્‌ટ, ૪-સીડી, મેઈન એન્‍ટ્રી લોબી, સિવિક સેન્‍ટર, વેઇટીંગ રૂમ, ઝેરોક્ષ રૂમ, આધાર કાર્ડ, રોશની તથા સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ વિભાગના રૂમ,  સ્‍ટોર રૂમ, ઇલેક્‍ટ્રિક રૂમ, સિકયુરીટી રૂમ, ટોઇલેટ બ્‍લોક,૩-લિફ્‌ટ, ૪-સીડી, મેઈન એન્‍ટ્રી લોબી, કમિશનર ઓફિસ, નાયબ કમિશનર ઓફિસ, સિટી એન્‍જીનિયર ઓફિસ, કોન્‍ફરન્‍સ રૂમ (નાનો), કોન્‍ફરન્‍સ રૂમ (મોટો), સ્‍ટોર રૂમ, ટાઉન પ્‍લાનિંગ વિભાગ, ટોઇલેટ બ્‍લોક,   ૩-લિફ્‌ટ, ૪-સીડી, મેઈન એન્‍ટ્રી લોબી, બાંધકામ, ટેક્‍સ, એસ્‍ટેટ, આરોગ્‍ય, એ.એન.સી.ડી. વગેરે વિભાગની ઓફિસ, સ્‍ટોર રૂમ તથા  ૩-લિફ્‌ટ, ૪-સીડી, મેઈન એન્‍ટ્રી લોબી, ડ્રેનેજ પ્રોજેક્‍ટ, વોટર વર્કસ પ્રોજેક્‍ટ વિભાગની ઓફિસ, સ્‍ટોર રૂમ, કોન્‍ફરન્‍સ રૂમ  સહિતની સુવિધા ઉપલબ્‍ધ કરવામાં આવી છે.

સાઉથ ઝોન ઓફિસના નિર્માણ કરવાના કામના શુભારંભ કાર્યક્રમમાં મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ધારાસભ્‍ય ડૉ.દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડૉ.માધવ દવે, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડિયા, શહેર ભાજપ મહામંત્રી વિરેન્‍દ્રસિંહ ઝાલા, વોર્ડ નં.૧૮ના કોર્પોરેટર સંજયસિંહ રાણા, સંદીપભાઈ ગાજીપરા, દક્ષાબેન વાઘેલા, ભારતીબેન પરસાણા, વોર્ડ નં.૧૬ના કોર્પોરેટર સુરેશભાઈ વસોયા, વોર્ડ નં.૧૭ના કોર્પોરેટર વિનુભાઈ ઘવા, રવજીભાઈ મકવાણા, કીર્તીબા રાણા, વોર્ડ નં.૧૮ના પ્રભારી ગેલાભાઈ રબારી, વોર્ડ નં.૧૮ના પ્રમુખ અનિલભાઈ દોંગા, વોર્ડ નં.૧૮ના મહામંત્રી મુન્નાભાઈ જોગરાણા, મીતેશભાઇ બોરીચા, જેન્‍તીભાઈ નોંધણવદરા, ચંદુભાઈ ગરનારા, જયપાલભાઈ ચાવડા, રાજુભાઈ નોંધણવદરા, હિમાંશુભાઈ રાજ્‍યગુરૂ, પ્રશાંતભાઈ જલુ, માલતીબેન ચાવડા, વર્ષાબેન સભાયા, સોનલબેન સોમૈયા, લતાબેન ગોરસીયા તથા વિસ્‍તારવાસીઓ બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેલ.

(4:23 PM IST)