તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 10th June 2025
વરસાદ પૂર્વે સાહિત્યની શીતળતાઃ ભારવિની ૪૦મી બેઠકમાં ભાષા-સાહિત્ય અને કવિતાનો રસથાળઃ વિદ્વાનોએ જ્ઞાનનો લાભ વહેંચ્યો!
હિતેશ જાજલનું બોધકથા કથનઃ રાજુલ દવેનું લોકસાહિત્યનું ઊંડાણપૂર્વક વિશ્લેષણઃ યજ્ઞેશ દવેની અછાંદસ કવિતાઓ અને સંજુ વાળા દ્વારા કવિ શ્યામ સાધુને મર્મસ્પર્શી શ્રદ્ધાંજલિથી સાહિત્યરસિકો મંત્રમુગ્ધ

રાજકોટઃ વરસાદના આગમન પૂર્વેની અસહ્ય ગરમી અને બફારા વચ્ચે સાહિત્યરસિકોને શીતળ રાહત આપવા ભારવિ (ભારતીય વિચાર મંચ) ની ચાલીસમી બેઠકનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. ભારવિની પરંપરા મુજબ, આ બેઠકમાં શહેર અને બહારના વિદ્વાન વક્તાઓને આમંત્રિત કરીને તેમના જ્ઞાનનો અમૂલ્ય લાભ લેવામાં આવ્યો, જેમાં ત્રણ વિદ્વાન વક્તાઓ પ્રથમવાર અને ભારવિના કાયમી માર્ગદર્શક કવિ સંજુ વાળા સાહિત્યરસનું પાન કરાવવા ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના પ્રારંભે પરાગ ત્રિવેદીએ કથાસાહિત્યના વાચક, ભાવક, અનુવાદક તેમજ વર્ષોથી અંગ્રેજીના શિક્ષક તરીકે નવી પેઢીને દીક્ષિત કરનાર હિતેશ જાજલનો પરિચય આપ્યો. આ કંઠ વાચક એવા હિતેશભાઈએ અંગ્રેજી સાહિત્યમાંથી પોતાની પસંદગીની એક બોધકથા અંગ્રેજીમાં જ પ્રસ્તુત કરી. અજ્ઞાત લેખકની આ વાર્તામાં એક માછીમારની બોધકથા દ્વારા મનુષ્યની અધિક પામવાની તળષ્ણાને કારણે નસીબે આપેલું પણ ગુમાવી દે છે, તે વાત અત્યંત માર્મિક રીતે કહેવાઈ હતી. સરળ અંગ્રેજીમાં સ્પષ્ટ ઉચ્ચારો સાથે કહેવાયેલી આ વાર્તામાં શ્રોતાઓને ખૂબ આનંદ આવ્યો. શાળાના વિદ્યાર્થીઓ સમક્ષ પણ આ પ્રકારે વાર્તાકથન થતું રહે તો નવી પેઢીને ભાષા-સાહિત્ય સાથે આસાનીથી જોડી શકાય તેવો મહત્વનો મત વ્યક્ત કરાયો.
ત્યારબાદ કાર્યક્રમના સંચાલનનો દોર રાજકોટના ભાવકશ્રેષ્ઠ અને સર્વમિત્ર આર.પી. જોશીએ સંભાળ્યો. તેમણે બીજા વક્તા રાજુલ દવેનો પરિચય આપ્યા બાદ લોકસાહિત્ય પરનું તેમનું વિશદ વક્તવ્ય સૌએ ખૂબ માણ્યું. રાજુલભાઈ વર્ષોથી લોકસાહિત્ય અને પત્રકારત્વના ઉત્તમ અભ્યાસી તરીકે જાણીતા છે. તેમણે લોકસાહિત્યનું મૂળ સંસ્કળત સાહિત્ય સાથે જોડીને ઉદાહરણો સહિત સ્પષ્ટ કર્યું કે, લોકસાહિત્ય અને શિષ્ટ સાહિત્યને અલગ ધારાઓ ગણવાને બદલે એક જ ઉદ્ગમ ધરાવતી અલગ વિધાઓ તરીકે અભ્યાસ થવો જોઈએ. લોકસાહિત્યના વિશાળ સાગરમાંથી મોતીઓ વીણવા માટે સમય ઓછો જ પડે. શ્રોતાઓની પ્રશંસા સાથે ફરી અનુકૂળતાએ રાજુલભાઈના અભ્યાસનો લાભ લેવાની વિનંતીનો તેમણે સપ્રેમ સ્વીકાર કર્યો.
ત્યાર બાદ સૌના પરિચિત અને રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી અને નરસિંહ મહેતા એવોર્ડ સહિત અનેક પારિતોષિકો તેમજ આકાશવાણીની પોતાની દીર્ઘકાલીન સેવાઓ દરમિયાન ઘણાં ઇનામોથી વિભૂષિત એવા કવિ યજ્ઞેશ દવેને કવિતાપાઠ માટે આમંત્રિત કરાયા. ગદ્ય-પદ્ય બંનેમાં સાતત્ય સાથે વિપુલ અને સત્ત્વશીલ સર્જન કરનાર આ કવિની અછાંદસ કવિતાઓ ગુજરાતીમાં બહુ જ પ્રસિદ્ધ થઈ છે અને વિદ્વાનો દ્વારા પોંખાઈ છે. કવિએ પોતાની દીર્ઘ તેમજ ટૂંકી કવિતાઓ દ્વારા અનોખો માહોલ સર્જીને સૌને એક અલગ દુનિયાની અનુભૂતિ કરાવી. છંદ વિના પણ લય માણી શકાય એ સાક્ષાત કરાવતી વૈવિધ્ય સાથેની કવિતાઓ કવિના સ્વમુખે સાંભળવાનો લહાવો મેળવીને ભારવિ સભ્યો આકંઠ તળપ્ત થયા.
કવિ સંજુ વાળા વર્તમાન સમયના શીર્ષસ્થ કવિઓમાંના એક છે અને પોતાની આગવી બાની સાથે અધ્યાત્મનો સ્પર્શ ધરાવતી કવિતાઓ માટે સુખ્યાત છે. પરંતુ તેઓ અદ્દભુત આસ્વાદક પણ છે અને નિયમિત અખબારી કોલમમાં ગુજરાતી કવિતાઓનો બારીકાઈ સાથે આસ્વાદ કરાવતા રહે છે. જૂન મહિનામાં ખ્યાતનામ કવિ શ્યામ સાધુની જન્મજયંતિ છે. સંજુભાઈ ખુદ શ્યામ સાધુની કવિતાના અભ્યાસી હોવા ઉપરાંત તેમની કવિતાના સંપાદક પણ છે. શ્યામ સાધુ શબ્દસ્થ થયા ત્યાં સુધી તેમની સાથે અંતરંગ સંબંધ હોવાથી તેમની અલગારી સાધુવળત્તિથી પણ તેઓ પરિચિત હતા. કવિ શ્યામ સાધુની પરંપરાથી ચીલો ચાતરતી ગઝલ-કવિતાનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં વિવેચકોએ ઉદાસીનતા દાખવી છે તે ઉલ્લેખ સાથે સંજુભાઈએ દૃષ્ટાંતો સહિત પોતાની વાત પ્રતીતિજનક રીતે મૂકી આપી. ખૂબ મોટા ગજાના પણ અમુક અંશે ઉપેક્ષિત રહેલા કવિને ઉચિત શબ્દાંજલિ આપવાનો આ વિશેષ ઉપક્રમ ઉપસ્થિત ભાવકોને ભીંજવી ગયો.
કાર્યક્રમના અંતે કવયિત્રી શીતલ ભાડેશિયાએ કવિ શ્યામ સાધુની ગઝલના શેર પર આધારિત પોતાની સતહી ગઝલ પ્રસ્તુત કરીને અંજલિ અર્પી. પ્રથમવાર ભારવિ બેઠકમાં આવેલા સંગીતરસિક અને સાંગીતિક કાર્યક્રમોના આયોજક એવા બિલ્ડર જયદીપ વસોયાએ રાજકોટમાં કલાપ્રવળત્તિઓ માટે વાતાવરણ રચવા અને રાષ્ટ્રીય કક્ષાના કલાકારોના કાર્યક્રમો આપવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરવા સાથે ભારવિ મંચની પ્રવળત્તિઓ માટે આનંદ વ્યક્ત કર્યો. (સંયોજકઃ સંજય ઉપાધ્યાય) (૩૮.૨૨)
(10:44 AM IST)










