<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th June 2025

ખોખડદળ નદી કાંઠા વિસ્‍તારની ૧૭ વર્ષની સગીરાનું અપહરણ

કેટરીંગમાં કામ કરતો ઉપલેટા કાથરોટાનો જયદેવ ભગાડી ગયાની આજીડેમ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ

રાજકોટ તા. ૧૦: કોઠારીયા રોડ વેલનાથ સોસાયટી સામે ખોખડદળ નદી કાંઠે રહેતાં અને જુના કપડાનો ધંધો કરતાં પરિવારની ૧૭ વર્ષની દિકરીનું અપહરણ થઇ જતાં આ મામલે આજીડેમ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવાઇ છે.

સગીરાના પિતાએ ગત તા. ૬/૬ના રોજ પોલીસને ફરિયાદ આપી જણાવ્‍યું છે કે તેને સંતાનમાં ચાર દિકરી અને એક દિકરો છે. જેમાં નાની સત્તર વર્ષની દિકરી  તા. ૧ના બપોરે ઘરે એકલી હતી. પરિવારજનો લગ્નપ્રસંગમાં બહારગામ ગયા હતાં. સાંજે બધા પરત આવ્‍યા ત્‍યારે આ સત્તર વર્ષની દિકરી જોવા ન મળતાં શોધખોળ શરૂ કરી હતી. પરંતુ પત્તો મળ્‍યો નહોતો.

વધુ તપાસ કરતાં મુળ ઉપલેટાના કાથરોટા ગામનો જયદેવ પરબતભાઇ વાધીયા નામનો શખ્‍સ જે અગાઉ કેટરીંગમાં કામ કરતો હતો તે તેણીને લલચાવી ફોસલાવી અપહરણ કરી લઇ ગયાની માહિતી મળતાં  પોલીસને જાણ કરી હતી. પીઆઇ એ. બી. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ પી. એચ. પઢેરીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(2:11 PM IST)