<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th June 2025

MCX ને ઇલેકટ્રીક સીટીના વાયદાની મંજુરી

શિકાગો એકસચેન્‍જમાં વેધરના પણ વાયદા છેઃ MCX માં ગોલ્‍ડ-સિલ્‍વર-ફ્રુડ- ગેસના વાયદાઓનું ટ્રેડ વધારે MCX વિશ્વનું છઠ્ઠા નંબરનું કોમોડિટી એકસચેન્‍જઃ ભારતમાં નંબર વનઃ કોરોના વખતે ફ્રુડમાં નેગેટિવકટ જોવા મળેલ

રાજકોટ તા.૧૦: તાજેતરમાં જ સે.બી દ્વારા એમ.સી.એક્‍સ ને ઇલેક્‍ટ્રિક સીટી ના વાયદા ને મંજૂરી આપવામાં આવી છે. ટૂંક સમયમાં એમ.સી.એક્‍સ માં ઈલેક્‍ટ્રીક સીટી ના વાયદાઓ અને એના કોન્‍ટ્રાક્‍ટ માં ટ્રેડ થતાં જોવા મળશે. આ મંજૂરીમાં સેન્‍ટ્રલ ઇલેક્‍ટ્રીક સીટી રેગ્‍યુલેટરી કમિશન એટલે કે સી.ઈ.આર.સી નો પણ સાથ મળ્‍યા ના સમાચાર છે. ઈલેક્‍ટ્રીક સીટી ના ભાવોને હેજ કરવા માટે આ વાયદા નો ઉપયોગ કરવામાં આવશે,તેવું જાણવા મળે છે. એમ.સી.એક્‍સ નો માર્કેટ શેર કોમોડિટીઝ ફયુચર ના લગભગ ૯૮% હોવાની ધારણા છે.

હાલમાં એમ.સી.એક્‍સ માં એગ્રીકલ્‍ચર પ્રોડક્‍ટ,બુલિયન એટલે કે સોના,ચાંદી,બેઝ મેટલમાં એલ્‍યુમિનિયમ,કોપર,ઝિંક ઉપરાંત એનર્જી વાયદાઓમાં નેચરલ ગેસ,ક્રુડ ઓઇલ માં ટ્રેડ થતા હોય છે.એગ્રી પ્રોડક્‍ટના વાયદાઓમાં બ્‍લેક પેપર,કેસટર.સીડ, કોટન, મેનથા ઓઇલ વગેરેના વાયદાઓની મંજૂરી એમ.સી.એક્‍સ ને છે. બ્રાસ, કપાસ, પામોલીન, કોટન ઓઇલ, આલમંડ, ચણા, પોટેટો, રો જયુટ , સોયાબીન, સુગર, ઘઉં વગેરેમાં પણ વાયદાઓમાં કામ થતા હોય છે.પરંતુ અવારનવાર સરકાર દ્વારા-સે.બી દ્વારા અમુક જાતના એગ્રીકલ્‍ચર વાયદાઓ ને બેન કરવામાં આવે છે. એમ.સી.એક્‍સ માં પ્રતિબંધિત વાયદાઓમાં કામ થતા હોતા નથી.

એક અંદાજ પ્રમાણે એમ.સી.એક્‍સ વિશ્વમાં છઠ્ઠા નંબર પરનું કોમોડિટીઝ એક્‍સચેન્‍જ છે.દુબઇ ગોલ્‍ડ એક્‍સચેન્‍જ મોખરા નું સ્‍થાન ધરાવે છે. જોકે ભારતમાં એમ.સી.એક્‍સ નંબર એક પર છે. કોરોના ના સમય વખતે ક્રૂડ જેવા વાયદાઓમાં નેગેટીવ બીલો બન્‍યા હતા અને ક્રૂડ માં જોરદાર મંદી જોવા મળતા કોન્‍ટ્રાક્‍ટ લેનારની ખરીદ કિંમત કરતા પણ વધારે રકમ ચૂકવવાનો વખત આવ્‍યો હતો.જે ટ્રેડર ની ભાષામાં નેગેટિવ કટ કહેવામાં આવે છે. કોમોડિટીઝ ના ફયુચર ટ્રેડિંગમાં ડિલિવરી બેઇઝ વેપારનું પ્રમાણ ખૂબ જ નહિવત હોય છે અને ઘણી બધી કોમોડિટીઝ માં તો કોલ અને પુટ માં પણ કામ થતા હોય છે એટલે કે ફક્‍ત પ્રીમિયમ આપીને કોમોડિટીઝ નો લોટ લેવાતો હોય છે.હાલમાં એમ.સી.એક્‍સ માં કોલ પુટ નું વોલ્‍યુમ પણ મોટા પ્રમાણમાં જોવા મળે છે.જે રીતે સ્‍ટોક એક્‍સચેન્‍જ માં કોલ પુટ ના કામ થતા હોય છે.તે જ રીતે એમ.સી.એક્‍સ માં કોમોડિટીઝ ના કોલ પુટ ના કામ થતા હોય છે અને કોલ પુટ નો વ્‍યાપાર પણ કરવા વાળો વર્ગ મોટો છે. પરેશભાઈ વાઘાણીના જણાવ્‍યાનુસાર એમ.સી.એક્‍સ માં ઈલેક્‍ટ્રીક સિટી નો વાયદો શરૂ કરવા સેબી દ્વારા મંજૂરી આપવામાં આવી છે.વાયદો શરૂ થતા થોડો સમય લાગશે. એમ.સી.એક્‍સ ની સ્‍થાપના ૨૦૦૩માં મુંબઈમાં થઈ હતી. એમ.સી.એક્‍સ એક લિસ્‍ટેડ કંપની છે.એમ.સી.એક્‍સ નવા નવા વાયદાઓ લોન્‍ચ કરતી હોય છે. જે સેબી દ્વારા મંજૂર થયા પછી, કોન્‍ટ્રાક્‍ટ સાઈઝ વગેરે નક્કી થયા પછી,આવા વાયદાઓમાં ટ્રેડિંગ શરૂ થતું હોય છે. એક્‍સચેન્‍જ ના નિયમ પ્રમાણે માર્જિન ની રકમ ભરીને આવા વાયદાઓમાં ટ્રેડ કરી શકાય છે. કોઈપણ કોમોડિટીઝ બ્રોકરને ત્‍યાં ટ્રેડિંગ એકાઉન્‍ટ ખોલીને ત્‍યાર બાદ એમ.સી.એક્‍સ માં થતા વાયદાઓમાં ટ્રેડ કરી શકાય છે .લે વેચ પણ કરી શકાય છે. એમ.સી.એક્‍સ ના નક્કી કરેલા માર્જિન અને નિયમોને અનુસરીને ટ્રેડ કરી શકાય છે. સામાન્‍ય રીતે સ્‍ટોક બ્રોકરો પણ એમ.સી.એક્‍સ માં મેમ્‍બરશીપ ધરાવતા હોય છે અને શેરોની જેમ જ કોમોડિટીઝ માં પણ ટ્રેડિંગ રાઈટ મેળવી, પોતાના ગ્રાહકોને ટ્રેડિંગ- હેજિંગ કરવા માટેની સુવિધાઓ પૂરી પાડતા હોય છે.

(2:14 PM IST)