<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th June 2025

અકિલા ન્યુઝ : રાજકોટની ખાનગી ગોકુલ હોસ્પિટલ દ્વારા રોડ પર ગેરકાયદેસર બ્રિજ બનાવી નાખ્યો, GDCRના નીતિ નિયમો વિરુદ્ધ આ બ્રિજ બનાવવામાં આવ્યો છે, મનપા જનરલ બોર્ડ દ્વારા નીતિ નિયમો નેવે મૂકીને આ મંજૂરી આપી છે, કોંગ્રેસ તો બીજી તરફ હોસ્પિટલ પ્રશાસને કહ્યું અમારા દ્વારા બ્રિજ બનાવવા સમયે ટાઉન પ્લાનિંગ વિભાગ અને મહાનગર પાલિકાની સંપૂર્ણ મંજૂરી સાથે બનેલો છે, આ વિવાદને લઇ મેયરે પણ પ્રતિક્રિયા આપતા કહ્યું, બ્રિજ નીતિ નિયમો અને મંજૂરી સાથે બન્યો છે, આ માટે જેતે વખતે ટીપી વિભાગ તેમજ જનરલ બોર્ડમાં સતાવાર મંજૂરી આપવામાં આવી છે, કોંગ્રેસ હાલ સાવ કામકાજ વગરની છે એટલે વિકાસ ના કામો કે પ્રજાના મુદ્દાઓને નહીં પરંતુ જૂના મુદ્દાઓ અને વાહિયાત ગણાય એવી વાતો કરી ખોટા વિવાદ ઊભા કરવા માંગે છે. : જુઓ વિડિયો

(2:53 PM IST)