<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th June 2025

શહેરના ૮ બરફ ઉત્‍પાદકોને ત્‍યાં ફુડ શાખાના દરોડાઃ પ ને નોટીસ

નંદનવન રોડ તથા બીગબજારથી ઇન્‍દીરા સર્કલ સુધીના ખાણી-પીણીના ૧૨ ધંધાર્થીઓને લાઇસન્‍સ અંગે સુચનાઃ આઇસ્‍ક્રીમ, શ્રીખંડ તથા ગાયના દુધના નમુના લેવાયાઃ મનપાની કાર્યવાહી

રાજકોટઃ તા.૧૦: મનપાની ફુડ  શાખા દ્વારા હાલની ગરમીની ઋતુને ધ્‍યાને રાખી શહેરના વિવિધ વિસ્‍તારોમાં બરફના ઉત્‍પાદકોને ત્‍યાં ચેકીંગ હાથ ધરવામાં આવ્‍યું હતું. ઉપરાંત નંદનવન રોડ તથા બીગબજારથી ઇન્‍દીરા સર્કલ સુધીના વિસ્‍તારમાં ખાણી-પીણીના ૩૮ ધંધાર્થીઓની ચકાસણી કરી ૧૨ ને લાઇસન્‍સ અંગે સૂચના આપવામાં આવી હતી. સાથે યુનિ. રોડ તથા પંચવટી મેઇન રોડ વિસ્‍તારમાંથી આઇસ્‍ક્રીમ, શ્રીખંડ તથા ગાયના દુધના નમુના લેવામાં આવ્‍યા હતા.

મનપાની સતાવાર યાદી મુજબ રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગ દ્વારા સિઝનને અનુલક્ષીને શહેરમાં બરફનું ઉત્‍પાદન કરતાં ૮ એકમોની તપાસ કરેલ તેમજ લાયસન્‍સ તથા હાઈજેનિક કન્‍ડિશન તેમજ યોગ્‍ય જાળવણી અંગે કુલ -૦૫ પેઢીને નોટિસ આપવામાં આવેલ.

જેમાં લાભ આઇસ ફેક્‍ટરી શિવમ્‌ ઇન્‍ડ. એરીયા, ગોંડલ રોડ ચોકડી પાછળ, કોઠારીયા રીંગ રોડ, લાયસન્‍સ તથા હાઈજેનિક કન્‍ડિશન તેમજ નિયમિત પાણીના રોપોર્ટ કરવા બાબતે નોટિસ.મહાદેવ આઇસ સોમનાથ ઇન્‍ડ. એરીયા, કોઠારીયા, ગોંડલને લાયસન્‍સ તથા હાઈજેનિક કન્‍ડિશન તેમજ નિયમિત પાણીના રોપોર્ટ કરવા બાબતે નોટિસ. નવદુર્ગા આઇસ ફેક્‍ટરી મહાલક્ષ્મી મીલ પાસે, વાવડી, ગોંડલ રોડને લાયસન્‍સ તથા હાઈજેનિક કન્‍ડિશન તેમજ નિયમિત પાણીના રોપોર્ટ કરવા બાબતે નોટિસ. રાજ આઈસ ફેક્‍ટરી માધાપર ચોકડી, એચપી પેટ્રોલ પંપની પાછળને લાયસન્‍સ તથા હાઈજેનિક કન્‍ડિશન તેમજ નિયમિત પાણીના રોપોર્ટ કરવા બાબતે નોટિસ. નૂતન સૌરાષ્‍ટ્ર આઇસ ફેક્‍ટરી ડીલક્ષ ચોક, કુવાડવા રોડને હાઈજેનિક કન્‍ડિશન તેમજ નિયમિત પાણીના રોપોર્ટ કરવા બાબતે નોટિસ આપવામાં આવી હતી.

જયારે ક્રિષ્‍ના ફ્રીઝીંગ આઇસ ફેક્‍ટરી નવરંગપરા, લક્ષ્મીનગર મેઇન રોડ તથા

ભાગ્‍યોદય આઇસ ફેક્‍ટરી મોચી બજાર મેઇન રોડ તથા સંગમ આઈસ ફેક્‍ટરી કોઠારીયા રિંગ રોડ, રેલ્‍વે ઓવર બ્રીજની બાજુમાં, રણુજાનગર કાંઠે ખાતે ચકાસણી કરવામાં આવેલ હતી.

ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના નંદનવન રોડ તથા બિગ બજાર થી ઇન્‍દિરા સર્કલ- ૧૫૦ રીંગ રોડ વિસ્‍તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૩૮ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૧૨ ધંધાર્થિઓને લાઇસન્‍સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્‍ય ચીજોના કુલ ૩૮ નમૂનાની સ્‍થળ પર ચકાસણી કરેલ.

જેમાં કલાસિક કોલ્‍ડ કોફી, આરવી સેલ્‍સ એજન્‍સી, નાગદાદા રેસ્‍ટોરેન્‍ટ, બાપા સીતારામ નાસ્‍તા ગળહ, શ્રી હરિ પુડલા, રામેસ્‍ટ આઇસ્‍ક્રીમ, ટી એન સ્‍ટોરીસ, પાનવાલા કોલ્‍ડ કોફી, શિવ શક્‍તિ હોટલ, સંજુ ગાંઠિયા, પટેલ વડાપાઉં તથા સંતોષ ભેળને લાઇસન્‍સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.

આઇસ્‍ક્રીમ, શ્રીખંડ તથા દુધના નમુના લેવાયા

ફુડ સેફટી સ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ-૨૦૦૬ હેઠળ સ્‍પેશ્‍યલ ડ્રાઈવ અંતર્ગત કુલ ૦૩ નમૂના લેવામાં આવેલ જેમાં કેસર પિસ્‍તા આઇસ્‍ક્રીમ (લુઝ) રંગોલી કોલ્‍ડ્રિંક્‍સ, અક્ષર એપાર્ટમેન્‍ટ, ગ્રા. ફલોર શોપ નં. ૧,૨, યુનિ. રોડ, બોર્ન બોર્ન શ્રીખંડ (લુઝ) રંગોલી કોલ્‍ડ્રિંક્‍સ, અક્ષર એપાર્ટમેન્‍ટ, ગ્રા. ફલોર શોપ નં. ૧,૨, યુનિ. રોડ, તથા ગાયનું દૂધ (લુઝ) ચામુંડા ડેરી, પંચવટી મેઇન રોડ, નાના મવા કોર્નર, અહેમ હોસ્‍પિટલ પાસેથી નમુના લેવાની કામગીરી કરવામાંઆવી હતી.

(3:04 PM IST)