તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th June 2025
‘હિટ એન્ડ રન': રેલનગરના વૃધ્ધા પુષ્પાબેન નાંઢાનું મોતઃ પુત્ર અરવિંદભાઇ નાંઢાને ઇજા
બેડી ચોકડી નજીક એડીબી હોટેલ તરફના રસ્તે બનાવ :૬૫ વર્ષિય વૃધ્ધા મોટા દિકરાના બાઇકમાં બેસી નાના દિકરાના ઘરે જમવા જતા હતાં ત્યારે અજાણ્યો કારનો ચાલક ઠોકરે લઇ ભાગી ગયોઃ પોલીસે તપાસ શરૂ કરી

રાજકોટ તા. ૧૦: શહેરના મોરબી રોડ બેડી ચોકડી નજીકથી રવેચી હોટલથી અતિથી દેવો ભવ (એડીબી) હોટલ તરફના રસ્તે બપોરે હિટ એન્ડ રનની ઘટનામાં માતા-પુત્રને ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ માતાનું ગંભીર ઇજા થવાથી મોત થયું હતું. રેલનગરથી વૃધ્ધા પોતાના મોટા દિકરાના બાઇક પાછળ બેસી એડીબી પાછળ રહેતાં નાના દિકરાના ઘરે જમવા માટે જઇ રહ્યા હતાં ત્યારે આ બનાવ બન્યો હતો.
જાણવા મળ્યા મુજબ રેલનગર કર્ણાવતી સ્કૂલ પાસે શ્રીનાથજી પાર્ક-૫માં રહેતાં પુષ્પાબેન અશોકભાઇ નાંઢા (ઉ.વ.૮૩) નામના વૃધ્ધા બપોરે પોતાના પુત્ર અરવિંદભાઇ અશોકભાઇ નાંઢા (ઉ.વ.૫૩)ના બાઇક પાછળ બેસીની અતિથી દેવો ભવ હોટેલ પાછળ રહેતાં નાના દિકરા સંજયભાઇના ઘરે જમવા માટે જતાં હતાં. મા-દિકરો મોરબી બાયપાસ પાસે રવેચી હોટેલથી એડીબી હોટેલ તરફ જતાં હતાં ત્યારે અજાણી કારનો ચાલક બાઇકને ઠોકર મારી ભાગી જતાં માતા-પુત્ર બ઼નેને ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ માતા પુષ્પાબેને દમ તોડી દેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, શક્તિસિંહ, ધર્મેન્દ્રભાઇ, તોૈફિકભાઇએ જે તે પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. મૃત્યુ પામનારને સંતાનમાં ત્રણ દિકરા અને એક દિકરી છે. (૧૪.૧૪)
(3:44 PM IST)










