<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th June 2025

મવડી આધાર કેન્‍દ્રમાં ટેકનીકલ ખામીઃ અનિશ્ચિત મુદત માટે બંધ

મનપા ૩ સેન્‍ટરો બાદ ચોથા સેન્‍ટરમાં પણ ફોલ્‍ટના કારણે તાળા : નાગરિકોને નજીકના કેન્‍દ્ર ખાતે કામગીરી કરાવવા તંત્રનો અનુરોધ

રાજકોટ, તા. ૧૦: યુ.આઈ.ડી આધાર કેન્‍દ્રની કામગીરીનું વિકેન્‍દ્રિકરણ કરતા તા.૦૧ એપ્રિલથી રાજકોટ મહાનગરપાલિકાના કુલ ૧ થી ૧૮ ની વોર્ડ ઓફિસો ખાતે આધાર કેન્‍દ્રો કાર્યરત કરવામાં આવેલ છે,  આ વોર્ડ ઓફિસ ખાતેના આધાર કેન્‍દ્રો પૈકી વોર્ડ નંબર-૧૨ (મવડી ચોકડી) ખાતેની કીટમાં યાંત્રિક ક્ષતી સર્જાતા આધાર કીટ કામચલાઉ ધોરણે બંધ થયેલ છે.

આ વોર્ડ ખાતેની આધાર કેન્‍દ્રની કામગીરી કીટ પુનઃ કાર્યરત થાય ત્‍યાં સુધીના સમય માટે બંધ રહેશે, જેની જાહેર જનતાને નોંધ લેવા અનુરોધ કરવામાં આવે છે, નાગરિકોને આધારની કામગીરી માટે નજીકની વોર્ડ ઓફિસ નંબર-૧૧-નાનામવા સર્કલ-મલ્‍ટી એક્‍ટિવિટી સેન્‍ટરની બાજુમાં તેમજ લગત ઝોન ઓફીસ- હરિસિંહજી ગોહિલ (પヘમિ ઝોન) વિભાગીય કચેરી ૧પ૦ ફુટ રીંગ રોડ પાસે આધારની કામગીરી અર્થે મુલાકાત લેવા આથી જાહેર જનતાને અનુરોધ કરવામાં આવે છે

(3:19 PM IST)