<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th June 2025

ગ્રામ પંચાયત ચુંટણીઃ ઓબઝર્વર પ્રજાપતિ રાજકોટમાં કલેકટર સાથે મંત્રણાઃ બપોર બાદ તમામ પ્રાંતને તેડુ

રાજકોટ જીલ્લામાં સરપંચ માટે ૨૪૯ અને સભ્‍ય માટે ૧૦૩૭ ફોર્મ ભરાયાઃ આજે સવારથી ચકાસણી

રાજકોટ તા.૧૦: રાજકોટ જીલ્લાની કુલ ૬૪ ગ્રામ પંચાયતની સામાન્‍ય અને ૨૪૩ ગ્રામ પંચાયતમાં પેટા ચુંટણી યોજાઇ છે, રરમીએ મતદાન થશે, ગઇકાલે ફોર્મ ભરવાના છેલ્લા દિવસ સુધીમાં સરપંચ પદ માટે ૨૪૯ અને સભ્‍ય માટે ૧૦૩૭ ફોર્મ ભરાયા છે, આજે સવારથી જે તે તાલૂકા ક્ષેત્રમાં ચકાસણી ચાલી રહી છે, કાલે ફોર્મ પાછા ેંચવાનો છેલ્લો દિવસ છે, આ વખતે બેલેટ પેપરથી મતદાન થશે, કાલે કેટલા ઉમેદવાર મેદાનમાં તે ચિત્ર સ્‍પષ્‍ટ થશે.

દરમ્‍યાન રાજય ચુંટણી પંચની સુચના બાદ રાજકોટ જીલ્લાના ઓબઝર્વર તરીકે સિનિયર મોસ્‍ટ અધિકારી શ્રી પ્રજાપતિ આજે રાજકોટ આવ્‍યા છે, તેમણે રાજકોટ કલેકટર સાથે ચુંટણીની તૈયારી અંગે મીટીંગ કરી હતી, બપોર બાદ શ્રી પ્રજાપતિ જીલ્લાના તમામ પ્રાંતને મળશે, જેમાં બેલેટ પેપર, સ્‍ટાફ, તાલીમ, બૂથ વિગેરે તમામ બાબતે સમીક્ષા કરશે, ચુંટણીનો ધમધમાટ શરૂ થયો છે

(4:09 PM IST)