<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th June 2025

રાજકોટ લોકમેળો : રાઇડ સંચાલકોમાં તડા : સુરેન્‍દ્રનગરની પાર્ટીએ રાઇડ માટે ર૦ ફોર્મ ઉપાડયાઃ કુલ ૪૦ ફોર્મ ગયા

આજ સવારથી મેળામાં ફોર્મ ઉપાડવા રમકડા-ખાણીપીણીના સ્‍ટોલ ઇચ્‍છુકોની પુછપરછ ઝાકીર બ્‍લોચ પણ મેદાનેઃ શુક્રવારે કલેકટરને મળશે : ટિકીટમાં ભાવ વધારો કરવા રજુઆત કરશે

રાજકોટ, તા., ૧૦: રાજકોટના લોકમેળામાં મોટી રાઇડો માટે કડક  એસઓપી સામે રાઇડ સંચાલકોએ ફોર્મ નહિ ઉપાડાય-નિયમો હળવા કરો તેવી જાહેરાત કરી વિવાદ સર્જી દિધા છે, આને કારણે ગઇકાલે માત્ર ૫ ફોર્મ ઉપડયા હતા.

પરંતુ આજે ચિત્ર ફરી ગયું છે. આજે બપોરે ૨ વાગ્‍યા સુધીમાં ૩૫ થી ૪૦ ફોર્મ ઉપડયાનું  બહાર આવ્‍યુ છે. જેમાં રમકડા, નાની ખાણીપીણી માટે સવારથી સ્‍ટોલ ધારકોની પૂછપરછ ચાલુ થઇ છે.

દરમિયાન રાઇડ સંચાલકોમાં પણ તડા પડયા હોય તેવો ઘાટ સર્જીયો છે. સીટી પ્રાંત-૧ કચેરીમાંથી મળતી વિગતો મુજબ સુરેન્‍દ્રનગરની એક પાર્ટીએ રાઇડ માટે એકી સાથે ૨૦ ફોર્મ ઉપાડયા હોવાનું બહાર આવ્‍યું છે. પાર્ટીએ SOP અંગે ૫ણ તમામ માહિતી મેળવી હતી.

બીજી બાજુ રાઇડ સંચાલકોમાં લોકપ્રિય એવા અને આખા દેશમાંમોતના કૂવા સહિતના સ્‍ટોલ-રાઇડો સાથે મેળા કરતા ઝાકીર બ્‍લોચ પણ મેદાને આવ્‍યા છે. તેમણે જણાવેલ કે હું તો રાઇડો માટે ફોર્મ ઉપાડવાનો છું પરંતુ તે પહેલા ગુરૂ-શુક્રવારે કલેકટરને મળી રાઇડમાં ટિકીટના દરમાં ૧૦ થી ૧૫ રૂપિયાનો વધારો કરી આપે તેવી રજૂઆતો થશે, જેથી કરીને ફાઉન્‍ડેશનનો જે કોઇ ખર્ચ થાય તેમાં રાહત રહે.

(3:43 PM IST)