<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th June 2025

રાજકોટમાં શેરી-ગલીના રસ્‍તાઓના સ્‍તર ઉચા આવતા મકાનોમાં પાણી ઘુસી જવાની ગંભીર બનતી સમસ્‍યા

મ્‍યુ.ની. કમિશ્‍નર અને મેયરને લેખિતમાં રજૂઆત કરતા રાજુ જુંજા

રાજકોટઃ શહેરમાં શેરી-ગલીમાં ના બનતા રસ્‍તાઓ ખોદીને બનાવાને બદલે જુના રોડ ઉપર પેવર કરી દેવામાં આવે છે. જેના કારણે રસ્‍તાઓનું સ્‍તર ઉંચુ આવી જવાના કારણે શહેરના મોટા ભાગના વિસ્‍તારોમાં મકાનના ફળીયા નીચે થઇ જવાથી દર વર્ષે  ચોમાસા દરમ્‍યાન વરસાદી પાણી મકાનમાં ઘુસી જાય છે. જેના કારણે ઘરવખરી પલળી જવાથી રહેવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે.

દરેક વિસ્‍તારોમાં શેરીઓમાં નવી પાઇપલાઇન નાખવાથી રસ્‍તા નવા જ બનાવવા પડે  તેમ છે. ત્‍યારે શેરી-ગલીના રસ્‍તાઓ ઉપરથી જુનો ડામર કાઢી નવા રસ્‍તા બનાવવામાં આવે તો મકાનોમાં પાણી ઘુસી જવાની સમસ્‍યા ઉકેલી શકાય તેમ છે. આ બાબતે રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સના ડીરેકટર અને સામાજીક અગ્રણી રાજુભાઇ જુંજાએ મ્‍યુ. કમીશ્‍નરશ્રી અને મેયરશ્રીને લેખિતમાં રજૂઆત કરી છે.

જો આ દિશામાં વહેલી તકે વિચારવામાં નહિ આવે તો આવતા દિવસોમાં આ સમસ્‍યા ગંભીર સ્‍વરૂપ ધારણ કરશે અત્‍યારે પ૦ ટકા જેટલા વિસ્‍તારોમાં આ સમસ્‍યા છે. જેનો વહેલી તકે ઉકેલ લાવવામાં આવે એવી માંગણી અંતમાં કરાઇ છે.

(11:27 AM IST)