<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th June 2025

રાજકોટ જીલ્લાકક્ષાની યોગ દિવસની ઉજવણી લોધીકા સ્‍પોટર્સ સંકૂલ ખાતે થશેઃ યોગા યોર વન અર્થ, વન હેલ્‍થ

રાજકોટ, તા.૧૨: ૧૧માં આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમ સંદર્ભે કલેક્‍ટર કચેરી ખાતે જિલ્લા કલેક્‍ટરશ્રી પ્રભવ જોશીના અધ્‍યક્ષસ્‍થાને બેઠક યોજાઈ હતી. જે અન્‍વયે આ વર્ષે તા. ૨૧ જૂન, ૨૦૨૫ના રોજ યોગા ફોર વન અર્થ, વન હેલ્‍થની થીમ સાથે જિલ્લા કક્ષાની ઉજવણી લોધિકા સ્‍પોર્ટ્‍સ સંકુલ ખાતે કરવામાં આવશે.

આ તકે કલેક્‍ટરશ્રી પ્રભવ જોશીએ કાર્યક્રમ સ્‍થળની બેઠક વ્‍યવસ્‍થા, પોલીસ બંદોબસ્‍ત, પરિવહન - ર્પાકિંગ વ્‍યવસ્‍થા, મેડિકલ વ્‍યવસ્‍થા, લાઈવ -સારણ અને પ્રચાર - પ્રસાર સહિતની કામગીરી અંગે સંબંધિત અધિકારીશ્રીઓ સાથે વિસ્‍તળત ચર્ચા કરીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્‍યું હતું. તેમજ વધુમાં વધુ લોકોને સ્‍વસ્‍થ અને તંદુરસ્‍ત જીવન શૈલી માટે યોગના મહત્‍વને સમજીને કાર્યક્રમમાં સહભાગી થવા અપીલ કરી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, નિવાસી અધિક ક્‍લેક્‍ટર એ.કે.ગૌતમ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક એ.કે.વસ્‍તાણી, પ્રાંત અધિકારી વિમલ ચક્રવર્તી, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિતેશ દિહોરા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(11:27 AM IST)