<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th June 2025

શિતલ પાર્ક પાસેથી સુરેશ, અશોક ચોરાઉ બાઇક સાથે પકડાઇ ગયા

મોટા દડવાથી ઉઠાવ્‍યું હતું: એલસીબી ઝોન-૨ના : પીએસઆઇ આર. એચ. ઝાલા અને ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૧૨: વાહન ચોરી, ઘરફોડ ચોરીના ભેદ ઉકેલવા અને આવા બનાવો અટકાવવા એલસીબી ઝોન-૨ ટીમ કાર્યરત હતી ત્‍યારે ૧૫૦ ફુટ રીંગ રોડ શીતલ પાર્ક ગાર્બેજ સેન્‍ટરની દિવાલ પાસેથી બે શખ્‍સને ચોરાઉ બાઇક જીજે૦૩બીએચ-૩૬૮૨ સાથે પકડી લીધા હતાં. આ બંનેએ પુછતાછમાં  ૨૫ હજારની કિંમતના આ બાઇકની ચોરી રાજકોટ જીલ્લાના મોટા દડવા ગામેથી ચોરી કર્યાનું કબુલ્‍યું હતું.

ઝડપાયેલા શખ્‍સોએ પોતાના નામ સુરેશ કેશુભાઇ જખાનીયા (ઉ.વ.૨૬-રહે. વડાળી ત્રંબા પાસે) અને અશોક ધીરૂભાઇ જખાનીયા (ઉ.વ.૨૫-રહે. ઢાંઢણી ત્રંબા પાસે તા. રાજકોટ) જણાવ્‍યા હતાં. ગત અગિયારમીએ આ બંનેએ મોટા દડવા ગામેથી આ વાહન ચોરી કર્યાનું કબુલ્‍યું હતું. ડીસીપી જગદીશ બાંગરવાની સુચના અંતર્ગત પીએસઆઇ આર. એચ. ઝાલા, એએસઆઇ જે. વી. ગોહિલ, આર. એન. મિયાત્રા, હેડકોન્‍સ. રાહુલભાઇ ગોહેલ, શક્‍તિસિંહ ગોહિલ, હેમેન્‍દ્રભાઇ વાધીયા, ધર્મરાજસિંહ ઝાલા, કોન્‍સ. કુલદિપસિંહ રાણાએ આ કામગીરી કરી હતી. ઝડપાયેલામાં સુરેશ અગાઉ કોટડાસાંગાણીમાં દારૂના કેસમાં પકડાયો હતો. બંને છુટક મજૂરી કરે છે અને મોજશોખ માટે વાહન ચોર્યાનું રટણ કર્યુ હતું. 

(2:16 PM IST)