<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th June 2025

રાજકોટ લોકમેળોઃ કલેકટરની સાફ વાત..વિઘ્‍ન સંતોષીઓ દ્વારા રાઇડ અંગે ‘‘અફવા'' ફેલાવાય છેઃ પરંતુ તંત્રને કાંઇ પ્રોબ્‍લેમ નથીઃ ૬૦ ફોર્મ ઉપડયા છેઃ જરૂર પડયે મુદત વધારાશે

રાજકોટ જીલ્લા કલેકટર તંત્ર લોકમેળાની તૈયારી કરી રહયુ છેઃ આજે પત્રકારો સાથેની વાતચીતમાં કલેકટરશ્રી પ્રભવ જોષીએ ઉમેર્યું હતું કે રાઇડ અંગે અમુક વિઘ્‍નસંતોષીઓ ખોટી બાબત- અફવા ફેલાવી રહયા છેઃ SOP અમે નથી બનાવીઃ નિયમોમાં છુટછાટ જોઇતી હોય તો એ લોકોએ સરકાર પાસે જવુ જોઇએઃ અમે મેળાની તૈયારીઓ કરી રહયા છીએઃ સારો રીસ્‍પોન્‍સ છેઃ બપોર સુધીમાં ૬૦ ફોર્મ ઉપડયા છેઃ ફોર્મ અંગે શનીવારે છેલ્લો દિવસ છેઃ જરૂર પડયે અમે ફોર્મ ઉપાડવા તથા  ભરવા અંગે મુદત વધારશું: બાકી નિયમોમાં કોઇ છુટછાટ નહિ અપાય.

(2:57 PM IST)