<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th June 2025

ગીતાનગરમાં અલ્‍પેશભાઇ સગરને કાળુએ માથામાં હથોડી ફટકારી

તેની પત્‍નિની પાછળ પડી ગયો હોઇ ટપારતાં ડખ્‍ખો

રાજકોટ તા. ૧૨: ગોંડલ રોડ એસટી વર્કશોપ પાછળ ખોડિયારનગરમાં રહેતો અલ્‍પેશભાઇ વેલજીભાઇ ચનેરા-સગર (ઉ.વ.૪૫) રાતે નવેક વાગ્‍યે પત્‍નિ ભારતીબેન સાથે ગીતાનગર-૪ પાસેથી ચાલીને જતો હતો ત્‍યારે આ વિસ્‍તારના કાળુ નામના શખ્‍સે આંતરી ઝઘડો કરી માથામાં હથોડી મારી દેતાં લોહીલુહાણ થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં માલવીયાનગર પોલીસે કાર્યવાહી કરી હતી.

ભારતીબેને કહ્યું હતું કે મારા પતિ અલ્‍પેશભાઇ કારખાનામાં મજૂરી કરે છે. કાળુ નામનો શખ્‍સ મારી પજવણી કરતો હોઇ ગત રાતે અમે ચાલીને જતાં હતાં ત્‍યારે તે સામે મળી જતાં તેને મારા પતિએ ટપારતાં હથોડીથી હુમલો કરી દીધો હતો. પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે. 

(3:31 PM IST)