તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th June 2025
અટીકાની યોગેશ્વર શેરીમાં અનિલ પર શોભારામનો પાઇપથી હુમલો

રાજકોટ તા. ૧૨: અટીકા ન્યુ નહેરૂનગર-૮ યોગેશ્વર શેરીમાં રહેતાં અને કારખાનામાં મજૂરી કરતાં મુળ યુપીના અનિલ રામકેવલ ગોૈતમ (ઉ.વ.૨૨)ને ઘર પાસે હતો ત્યારે યુપીના શોભારામ ઉર્ફ ચીન્ટુએ ઢીકાપાટુ અને પાઇપથી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં ભક્તિનગર પોલીસને જાણ કરાઇ હતી.
અનિલના કહેવા મુજબ બુધવાર હોઇ કારખાનામાં રજા હોવાથી પોતે ઘરે હતો. કુટુંબી સગા એવા શોભારામના ભાઇ ધનીરામ સાથે મારે બોલાચાલી થઇ હોઇ તેનો ખાર રાખી શોભારામે આવી ગાળો દઇ હુમલો કર્યો હતો.
(2:47 PM IST)










