તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th June 2025
રાજકોટમાં તા. ર૦-ર૧ ‘ભાતીગળ પુસ્તક મેળો'
ર૦ થી વધારે પ્રકાશકોના પુસ્તકોનો ખજાનોઃ ૪૦ ટકાથી વધુ ડિસ્કાઉન્ટ

રાજકોટઃ સરદાર પટેલસ્મારક ટ્રસ્ટ રાજકોટ અને શ્રી વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઇનીંગઇન્સ્ટીટયુટ માંડવીના સંયુકત ઉપક્રમે ‘‘ભાતીગળ પુસ્તક મેળા'નું આયોજન તા. ર૦ તથા ર૧ જૂન (શુક્રવાર અને શનિવાર) ના રોજ સવારે ૯ થી ર તથા બપોરે ૩ થી ૮ વાગ્યા સુધી સરદાર પટેલ સ્મારક ટ્રસ્ટ, કિશાનપરા ચોક, રેષકોર્ષ રોડ, રાજકોટ ખાતે કરવામાં આવેલ છે.
આ પુસ્તક મેળામાં ર૦ થી પણ વધારે પ્રકશકોના પુસ્તકો જેમાં નવલકથા, નવલિકા, કાવ્યો, આરોગ્ય, શૈક્ષણિક, બાળવાર્તાઓ, પ્રવાસન, મેનેજમેન્ટ, પ્રેરણાદાયી, ધાર્મિક વગેરે પુસ્તકો જોવા મળશે. પુસ્તકોની ખરીદીમાં ૪૦ % ડિસ્કાઉન્ટ તથા શાળા કોલેજો સંસ્થા કે ગ્રંથાલય માટે ૧૦ હજાર ની ખરીદી ઉપર પ૦ % ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. નવી પેઢીને વાંચતા કરવાને પુસ્તકપ્રેમી જનતા માટે આયોજન કરવામાં આવેલ પુસ્તક મેળાનો લાભ લેવા સર્વ નગરજનોને સંસ્થાના મંત્રી ડો. અલ્પનાબેન ત્રિવેદી દ્વારા નિમંત્રણ અપાયું છે. પ્રવેશ નિઃશુલ્ક હોવાનું જણાવાયું છે.
(4:03 PM IST)










