તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th June 2025
નશો ચડે તેવા ટીકડા પીધા પછી બાબુએ ગળાફાંસો ખાધો
પરિવારજનો જોઇ જતાં જીવ બચાવ્યોઃ સારવાર હેઠળ

રાજકોટ તા. ૧૨: વાંકાનેર નવાપરામાં રહેતાં બાબુ કરસનભાઇ ડાભી (ઉ.વ.૨૩) નામના યુવાને રાતે મિત્રો સાથે હતો ત્યારે નશો ચડે તેવા કોઇ ટીકડા પી લીધા બાદ ઘરે આવી પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં પરિવારજનો જોઇ જતાં જીવ બચાવી લઇ વાંકાનેર સારવાર અપાવી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો છે.
બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે વાંકાનેર પોલીસને કરી હતી. બાબુ પાંચ ભાઇમાં ચોથો અને અપરિણીત છે. હાલમાં તે કોઇ કામધંધો કરતો નથી. તેના પિતા હયાત નથી. બેભાન હોઇ કારણ જાણી શકાયું નથી.
(2:53 PM IST)










