તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 12th June 2025
એક યુધ્ધ નશા વિરૂધ્ધઃ નશો નાશનું દ્વાર, નશીલા પદાર્થ સામે મજબૂર નહિ, મજબૂત બનો
યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ એચ. એન. પટેલ અને ટીમે નશાના દૂષણ સામે લોકોને જાગૃત કરવા ખાસ અભિયાનનો આરંભ કર્યોઃ ઠેકઠેકાણે ચેતવણીરૂપ સંદેશો આપતા પોસ્ટર લગાવ્યા

રાજકોટઃ યુવાનો અને અમુક ટીનેજર્સમાં પણ નશાનું દૂષણ ઘર કરી રહ્યું છે. દારૂ ઉપરાંત માદક પદાર્થનો નશો કરવાના રવાડે પણ અનેક ચડી ગયા છે. યુવાનોને વ્યસનમુક્ત કરવાના ઉદ્દેશ સાથે શહેરની યુનિવર્સિટી પોલીસે એક ખાસ અભિયાનની શરૂઆત કરી છે. આ માટે ‘એક યુધ્ધ નશા વિરૂધ્ધ' શિર્ષક હેઠળ અલગ અલગ પોસ્ટરો બનાવી પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં લગાડવામાં આવ્યા છે. પીઆઇ એચ. એન. પટલે જણાવ્યું હતું કે આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને નશાની આદત છોડાવવા અને વ્યસનના દુષ્પરિણામો વિશે જાગળત કરવાનો છે. પોસ્ટરો પર ‘નશો એ નાશનું દ્વાર' ‘નશીલા પ્રદાર્થ સામે મજબૂર નહીં, મજબૂત બનો' જેવા પ્રેરણાદાયક અને ચેતવણીરૂપ સૂત્રો લખવામાં આવ્યા છે, જે સીધા યુવાનોના મન પર અસર કરે છે. આ અભિયાન યુવાનોને નશાના ભરડામાંથી બહાર લાવવા અને તેમને સ્વસ્થ તેમજ સકારાત્મક જીવનશૈલી અપનાવવા પ્રોત્સાહિત કરવા માટે યુનિવર્સિટી પોલીસની કટિબધ્ધતા દર્શાવે છે. આવા જાગળતિ અભિયાનો સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં મદદરૂપ થાય છે અને યુવા પેઢીને સુરક્ષિત ભવિષ્ય તરફ દોરી જાય છે. ઉચ્ચ અધિકારીઓની રાહબરીમાં યુનિવર્સિટી પોલીસની ટીમે આ અભિયાનને વેગવંતુ બનાવ્યું છે.
(3:24 PM IST)










