News of Thursday, 12th June 2025
ઢેબર રોડ કડવીબાઇ સ્કૂલ પાસે ચાલુ બાઇકમાં હાર્ટએટેક આવતાં ઉકાભાઇ સખીયાનું મોત
રામપાર્કના કન્સ્ટ્રક્શનના ધંધાર્થી કામ માટે નીકળ્યા ત્યારે બનાવઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૨: શહેરના કોઠારીયા રોડ પર રામ પાર્ક-૪માં રહેતાં ઉકાભાઇ માવજીભાઇ સખીયા (ઉ.વ.૫૪) નામના પ્રોૈઢ ઢેબર રોડ કડવીબાઇ સ્કૂલના ગેઇટ નજીક બાઇક હંકારીને જતાં હતાં ત્યારે ચાલુ બાઇકમાં હાર્ટએટેક આવતાં તે વાહન ધીમુ રાખી નીચે ઉતરી ગયા બાદ બેભાન થઇ ઢળી પડતાં મોત થયું હતું.
ઉકાભાઇને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે નિષ્પ્રાણ જાહેર કરી ભક્તિનગર પોલીસને જાણ કરી હતી. તેઓ ખેતી કરવાની સાથે કન્સ્ટ્રક્શનનું કામ કરતાં હતાં. તેઓ ચાર બહેન અને બે ભાઇમાં નાના હતાં. સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. ઘરેથી બહાર કામ માટે નીકળ્યા ત્યારે આ બનાવ બન્યો હતો. મોભીના મૃત્યુથી સખીયા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
(3:30 PM IST)










