તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th June 2025
વોર્ડ નં. ૩નું આધાર કેન્દ્ર ફરી ધમધમ્યું: વોર્ડ નં. ૧ર અને ૧૬માં હજુ પણ કામગીરી બંધ
યાંત્રિક ક્ષતિબાદ વોર્ડ નં. ૧રના ઓપરેટરની સાધુ વાસવાણી કુંજ રોડના સેન્ટરમાં બદલી : ઓપરેટરને ફરજ મોકૂફ કરવાના કારણે કામગીરી બંધ કરાઇ હતી

રાજકોટ તા.૧૨ : વોર્ડ નં.૩ અને વોર્ડ નં.૧૬ના આધાર કેન્દ્રમાં ઓપરેટરને ફરજ મોકૂફ કરવાના કારણે કામગીરી બંધ કરાઈ હતી. વોર્ડ નં.૧૨ના ઓપરેટરની બદલી કરવામાં આવતા આ કેન્દ્ર ચાલુ કરવામાં આ આવ્યુ છે. યુ.આઈ.ડી. આધાર કેન્દ્રની કામગીરીનું વિકેન્દ્રિકરણ કરી તા.૦૧ એપ્રિલ થી રાજકોટ મહાનગરપાલિકાના કુલ ૧ થી ૧૮ ની વોર્ડ ઓફિસો ખાતે આધાર કેન્દ્રો કાર્યરત કરવામાં આવેલ છે,
આ આધાર કેન્દ્રો પૈકી યુ.આઈ.ડી વિભાગ દ્વારા વોર્ડ નંબર-૩ તેમજ-૧૬ના ઓપરેટરને ફરજ મોકૂફ કરવાના કારણે વોર્ડ નંબર-૩ અને વોર્ડ નંબર-૧૬ની કામગીરી તેમજ વોર્ડ નંબર-૧૨ ખાતેની આધાર કીટમાં યાંત્રિક ક્ષતી સર્જાતા હાલ વોર્ડ નંબર-૧૨ ખાતેની આધારની કામગીરી કામચલાઉ ધોરણે મોકૂફ રાખવામાં આવેલ હતી. જાહેર હિતાર્થે અને વહીવટી સરળતા ખાતર વોર્ડ નંબર-૧૨ ખાતેના આધાર ઓપરેટરની બદલી વોર્ડ નંબર-૩ ખાતે કરી વોર્ડ નંબર-૩નું આધાર કેન્દ્ર પુનઃ કાર્યરત કરવામાં આવેલ છે.
જેથી વોર્ડ નંબર-૩ના નાગરિકો તેમજ અન્ય શહેરીજનોને આધારની કામગીરી માટે વોર્ડ નંબર-૩ની વોર્ડ ઓફિસ, આસ્થા ચોક, સાધુ વાસવાણી કુંજ રોડ,પાસેની મુલાકાત લેવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. (૭.રપ)
(3:44 PM IST)










