News of Friday, 13th June 2025
બળવંતરાય મહેતા સીએમ હતા તે સમયે તેમનું ચોપર નાનું વિમાન પાકિસ્તાને તોડી પાડેલ
વિજયભાઈ માફક સૌરાષ્ટ્રના અને વિકાસના સ્વપ્નાદ્રષ્ટા એવા આ રાજપુરુષનું મોત પણ હવાઈ હુમલાને કારણે થયેલ. ૧૯૬૫ની ૧૯ સપ્ટેમ્બરે ગુજરાતના નાથ તરીકે શપથ લીધેલ, આજ તારીખે દુનિયામાંથી વિદાઈ લીધેલ એ પણ કેવુ યોગાનુયોગ :વિમાનમા તેમના પત્ની સરોજબેન, ત્રણ આસિસ્ટન્ટ અને ગુજરાત સમાચારના પત્રકાર સહિત કુલ ૭ લોકો હતાં, જે તમામનુ દુખદ નિધન થતાં રાજ્યભરમાં શૉક છવાયેલ :એ સમયે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધનો માહોલ હતો, પરંતુ સિવિલ વિમાન કે હેલિકોપ્ટર પર હુમલા ન કરવાની સમજૂતી હોવા છતાં આદત મુજબ પાકિસ્તાને નાપાક હરકત કરી હતી

રાજકોટ તા. ગુજરાતના ઇતિહાસની સહુથી મોટી વિમાની દુર્ઘટનાને કારણે ગુજરાત સહિત સમગ્ર દેશના લોકો હચમચી ઉઠ્યા છે. વિમાનમાં સવાર ૨૨૯ મુસાફર, ૧૨ ક્રૂ મેમ્બર અને વિમાન જયા પડ્યું તેવી મેઘાણી નગરની બી. જે.મેડિકલ કોલેજના ડોક્ટરો સહિત કુલ ૨૬૮ લોકોના મળત્યુ થયા છે. આ વિમાની દુર્ઘટનામાં રાજકોટ પર જેમનું ખૂબ મોટું ઋણ છે તેવા વિકાસ પુરુષ અને માજી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિધનથી રાજકોટ હીબકે ચડી ગયું છે. બહુ ઓછા લોકોને જાણ હશે કે ગુજરાતની વિમાની દુર્ઘટના કે પછી વિમાનને નિશાન બનાવી તોડી પાડવું અને તેમાં મુખ્ય મંત્રી લેવલના રાજપુરુષનુ મળત્યુ થવું એ પહેલી ઘટના નથી .
ગુજરાત રાજ્યની સ્થાપના પછી આ રાજ્યના બીજા મુખ્ય મંત્રી તરીકે મૂળ ભાવનગર પંથકના બળવંતભાઈ મહેતા કોંગ્રેસ સરકારના ૧૯/ ૯/ ૬૩ના મુખ્યમંત્રી બનેલ અને તેમનું પણ નાનું વિમાન ટાઇપનું હેલિકોપ્ટર તૂટી પડવાથી યોગાનુયોગ ૧૯૬૫ ના સપ્ટેમ્બર માસની ૧૯ તારીખે દુખદ નિધન થયેલ, એ સમયે લોકોમાં ઘેરો શોક ફેલાયો હતો.
વિજયભાઈ જે રીતે વિકાસ પુરુષ તરીકે ઍક અમીટ છાપ છોડી ગયા તે રીતે સ્વ બળવંતભાઈ મહેતા પણ પંચાયતી રાજ્યના ખૂબ મોટા હિમાયતી તરીકે જાણીતા હતા.
સ્વ. બળવંતરાય મહેતાનું ચોપર કે જે નાના વિમાન જેવું હતું તે પાકિસ્તાન દ્વારા તોડી પાડવામાં આવેલ. એ સમયે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધનો માહોલ હતો. સ્વ બળવંતરાય મહેતા એ સમયે અમદાવાદ તરફ જતા હતા . જે ભુજ તરફથી પસાર થતું હતું.
એ સમયે સિવિલ વિમાન કે બીજા પરિવહન પર હુમલા ન કરવા બન્ને દેશ વચ્ચે સમજૂતી થયેલ. આમ છતાં પાકિસ્તાની સેના દ્વારા ઇરાદાપૂર્વક આ વિમાનનો પીછો કરી તોડી પાડેલ. પાકિસ્તાની સેના દ્વારા એવો લુલ્લો બચાવ થયેલ કે અમારી પાસે એવી માહિતી હતી કે, ભારત લશ્કરી મુમેન્ટ સિવિલ વિમાન દ્વારા કરી રહ્યું છે. અમારા લશ્કરી એરફોર્સને આ નાનું વિમાન પાકિસ્તાનમાં આવી રહ્યાની માહિતી આધારે આ કાર્યવાહી કરેલ છે.
ફરી મૂળ વાત પાકિસ્તાની સેના દ્વારા હુમલાને કારણે વિમાન જમીન પર પટકાયું અને કુલ ૭ લોકોના મળત્યુ થયા હતાં.
જે સાત લોકોના મળત્યુ થયા તેમાં સ્વ. બળવંતરાય મહેતા તેમના પત્ની સરોજબેન અને ત્રણ આસિસ્ટન્ટ સાથે ગુજરાત સમાચારના પત્રકારનો પણ સમાવેશ હતો. રડારમાંથી ગતિ વિધિ નિહાળી રહેલ હુસેન નામના પાકિસ્તાની લશ્કરના અધિકારીને પાકિસ્તાનથી આદેશ આવ્યો કે ઉડાડી દયો, ત્યારે ચોપર જેવા નાના વિમાન કે જે લશ્કરનું ન હોવા છતાં અને સિવિલ વિમાન કે હેલિકોપ્ટર પર હુમલા ન કરવાની નીતિ છતાં હુસેનને આશ્રય થયું. તેણે ધ્યાન દોરવા પ્રયત્ન કર્યો પણ ઓર્ડર પાલન કરવા સૂચના મળી અને સહુ પ્રથમ ૧૦૦૦ ફુટથી પહેલો હુમલો અને થયો અને પછી તો જે થવાનું હતું એ જ થયું
બે વર્ષના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન તેમનું જે બાબતે મહત્વનું યોગદાન આ પ્રકારે રહેલ. વહીવટી વિકેન્દ્રીકરણ માટે તેમનો ફાળો ખૂબ મહત્વનો રહ્યો , ધુવારણ વીજ મથકનો પ્રારંભ તેમના કાર્યકાળમાં થયો. વાત અહીંથી અટકતી નથી તેમના કાર્યકાળમાં પ્રત્યેક જિલ્લામાં ઔધ્યોગિક વસાહતો, વડોદરામાં કોયલી રિફાઇનરી, પેટ્રોકેમિકલ ઉદ્યોગની સ્થાપના તેમની દીર્ઘ દૃષ્ટિનું પરિણામ છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો શેત્રુંજી, ભાદર, બનાસકાંઠાના દાંતીવાડના જળ સંગ્રહાલયોમાં તેમનું યોગદાન ખૂબ મહત્વદનું હતું.
સંકલન
જગદીશભાઈ ગણાત્રા
(સિનિયર પત્રકાર અકિલા)
(11:42 AM IST)










