News of Friday, 13th June 2025
રૈયા ચોકડી મૃત્યુ પામનાર ધર્મેન્દ્ર સહાનીના વાલીવારસની શોધખોળ
સગા હોય તો ગાંધીગ્રામ પોલીસનો સંપર્ક કરવોઃ મૃતકના જમણા બાવડે અંગ્રેજીમાં ‘ડીએસ' ત્રોફાવેલા છે

રાજકોટ તા. ૧૨૩: રૈયા ચોકડીથી રામાપીર ચોકડીનો બ્રીજ ઉતરતાં ગત તા. ૪/૬ના રોજ સવારે સાડા સાતેક વાગ્યે અજાણી રિક્ષાનીઠોકરે ચડી જતાં એક યુવાનને ગંભીર ઇજા થઇ હતી. તેનું સારવાર દરમિયાન ૧૧મીએ સિવિલ હોસ્પિટલમાં મોત થયું હતુ. આ યુવાનને સારવારમાં ખસેડાયો ત્યારે પોતાનું નામ ધર્મેન્દ્ર જીકાનભાઇ સહાની હોવાનું અને પોતે મુળ ઉત્તરપ્રદેશ સંતકબીર નગરનો રહેવાસી હોવાનું તેમજ હાલમાં રૈયા ચોકડી આસપાસ ફૂટપાથ પર જ રહેતો હોવાનું કહ્યું હતું. આ યુવાનના જમણા હાથના બાવાડ પર અંગ્રેજીમાં ‘ડીએસ' ત્રોફાવેલુ છે. તેણે કાળુ પેન્ટ અને જાંબલી રંગનો આખી બાંહનો શર્ટ પહેરેલા હતાં. તસ્વીરમાં દેખાતા મૃતકના કોઇ વાલીવારસ, સગા હોય તો ગાંધીગ્રામ પોલીસનો ૬૩૫૯૬ ૨૭૩૮૧ અથવા પોલીસ કન્ટ્રોલ રૂમનો ૦૨૮૧ ૨૪૫૭૭૭૭ ઉપર સંપર્ક કરવો. વધુ તપાસ પીએસઆઇ એસ. એલ. ગોહિલ ચલાવી રહ્યા છે.
(2:11 PM IST)










