News of Friday, 13th June 2025
વિજયભાઇના શાસનકાળમાં રાજકોટનો છપ્પરફાડ વિકાસ થયો
વેપારી મહાજનો, સંગઠનોની કઠણાઈ અને પ્રશ્નો પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અથાગ પ્રયત્નો થકી ઉકેલ્યાઃ હારીતભાઇ મહેતા ; કોઈપણ પદ શાશ્વત કે વંશીય નથી તેવા ભાજપના પાયાના સિદ્ધાંતો અનુસાર વિજયભાઇ રૂપાણીએ સહજતાથી પદ ત્યાગ કર્યો હતોઃ પુરૂષોતમ પીપરીયા: મુખ્યમંત્રી તરીકે આરૂઢ થયા તેથી પણ વધુ શુભેચ્છાઓ મુખ્યયમંત્રી પદ ત્યાગ પછી તેમને મળેલ તે નોંધનીયઃ પ્રકાશ શંખાવલા: ગુજરાત સમતોલ રાજકોટના વિકાસ માટે વિજયભાઇ રૂપાણીએ છપ્પર ફાડીને રૂપિયા ફાળવ્યાઃ વિક્રમભાઇ તન્ના

રાજકોટઃ સૌરાષ્ટ્ર કચ્છ અર્બન કો-ઓપરેટિવ બેંકસ ફેડરેશન અને ધિ રાજકોટ કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંક લી.ના સી.ઇ.ઓ. ડો.પુરૂષોત્તમ પીપરીયા તેમજ સૌરાષ્ટ્ર કચ્છ અર્બન કો-ઓપરેટિવ બેંકસ ફેડરેશનના ચેરમેન વિક્રમભાઈ તન્ના અને સેક્રેટરી હારીતભાઈ મહેતાએ પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપતા જણાવેલ કે રાજકોટ શહેરના ૭પ વર્ષના વિકાસ માટેનો ઇતિહાસ જોઇએ તો છેલ્લા ૭પ વર્ષમાં જેટલો વિકાસ થયેલ તેનાથી વધુ વિકાસ વિવિધ ક્ષેત્રમાં શ્રી વિજયભાઇ રૂપાણીના શાસન કાળ દરમ્યાન થયેલ હોવાથી રાજકોટની જનતા વિશેષ રાજીપો અનુભવી રહી છે.
ગુજરાતના વિકાસની સમતોલમાં રાજકોટનો વિકાસ થાય તે માટે શ્રી વિજયભાઇ રૂપાણીએ છપ્પર ફાડી ને રાજકોટને નાણા ફાળવ્યા હતા. સૌથી વધુ નાણા ફાળવનાર રાજનાયક તરીકેનો યશ રાજકોટના સંવેદનશીલ પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને ફાળે જાય છે. શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટના વિકાસ માટે અથાગ પ્રયત્ન કરેલ છે તે અભૂતપૂર્વ કાર્યને બિરદાવા ઉણપ રાખુ તો મારી જાતને કયારેય માફ ન કરી શકું.
ગરીબ અને મઘ્યમવર્ગીય વર્ગ માટે હંમેશા ખેવના રાખતા વિજયભાઇ રૂપાણી એ સહકારી બેંકોના સહયોગથી અનેક કલ્યાણકારી અને રોજગારી પ્રદાન કરતી યોજનાઓ અમલમાં મુકીને કરોડો રૂપિયાની ફાળવણી કરી મદદરૂપ થયા છે તે સહકારીજગત અને લાભાર્થી વર્ગ કયારેય ભુલી શકશે નહી.
સૌરાષ્ટ્ર કચ્છ અર્બન કો-ઓપરેટિવ બેંકસ ફેડરેશનના ચેરમેન વિક્રમભાઈ તન્નાએ પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી શ્રદ્ધાંજલિ આપતા જણાવેલ કે કોઇપણ વ્યકિત પદ ત્યાગ કરે કે નિવળત્ત થાય ત્યારબાદ પ્રજાજનો ઘુંઘવાટા કરતા દરિયાની જેમ સ્વાગત અને સન્માન કરે ત્યારે સમજી લેવું જોઇએ કે તે વ્યકિતએ પ્રજાના વિશાળ હિતમાં સંવેદનશીલ નિર્ણયો લેવામાં જરાય કચાસ રાખી નથી. આવા આપણા તત્કાલીન પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને મુખ્યમંત્રી તરીકે આરૂઢ થતા જે સન્માન મળ્યું હતું તેના કરતા અનેક ગણું સન્માન પદ ત્યાગ કર્યા બાદ મળેલ તે ઉત્તમ કોટીના ભુપતી સમાન મુલવી શકાય.
રાજ્યના વેપારી મંડળોએ/મહાજનોએ જયારે જયારે પૂર્વ મુખ્યમમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી પાસે પ્રશ્નો, મુશ્કેલીઓ અને કઠણાઇઓ રજુ કરેલ ત્યારે ત્યારે શ્રી વિજયભાઇ રૂપાણીએ તમામ પ્રશ્નો અને કઠણાઇઓને દુરસ્તી કરવામાં વિના વિલંબે પ્રયત્નો આદરેલ અને વેપારી મહાજનોની વાચાને સમર્થન આપી નિરાકરણ કરવામાં અગ્રેસર રાજનાયક તરીકે અદ્વિતીય ભૂમિકા ભજવેલ છે. જેની વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને મહાજનોએ આગવી નોંધ લીધેલ છે.
સૌરાષ્ટ્ર કચ્છ અર્બન કો-ઓપરેટિવ બેંકસ ફેડરેશનના સેક્રેટરી હારીતભાઈ મહેતાએ પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપતા જણાવેલ કે સહકારીતાના પ્રશ્નો માટે શ્રી વિજયભાઇ રૂપાણીને જયારે જયારે મળ્યા છે ત્યારે ત્યારે સકારાત્મક વલણ દાખવીને નિરાકરણ કરી સહકારિતાના સિદ્ધાંતોને વધુ મજબૂત કર્યા છે. સહકારીતાના જતન માટે શ્રી વિજયભાઇ રૂપાણી જેવા મુખ્યમંત્રી મળ્યા તે સહકાર ક્ષેત્ર માટે સોનાના સુરજ સમાન યુગ રહેલ.
સંસ્થાના એક્સીકયુટીવ સેક્રેટરી પ્રકાશ શંખાવલાએ પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપતા જણાવેલ કે શ્રી વિજયભાઇ રૂપાણીમાં પાયાથી જ સંઘ પરિવાર ક્ષેત્રના સંસ્કારો રહ્યા છે. પરિવાર ક્ષેત્ર કયારેય કોઇપણ પદની આશા રાખતુ નથી કે કોઇપણ પદ ત્યારગ કરતી વખતે નિરાશા કે નારાજગી પણ દાખવતુ નથી, તેવી વૈચારિક ભાવના મુજબ શ્રી વિજયભાઇ રૂપાણીએ પણ હસ્તા મોઢે મુખ્યમંત્રી તરીકેનો પદ ત્યાગ કરેલ તે તેમની નિષ્કામ મનોવળતિનું પ્રતિબિંબ છે.
પરિવારક્ષેત્ર (સંઘ, ભાજપ, સહકારભારતી, એબીપીબી, વિશ્વહિન્દ પરિષદ, યુવામોરચો) સહિતની ભાજપ પ્રેરિત સંસ્થાઓ એટલે કે પરિવારક્ષેત્ર મુળભુત સિદ્ધાંતો અનુસાર કોઇપણ પદ કયારેય શાશ્વત કે વંશીય હોતું નથી. કોઇપણ પદ કયારેય સકામ હોતું નથી, નિષ્કામ જ હોય છે, રાજીનામું આપવું તે સામાન્ય પ્રક્રિયાનો ભાગ ગણતા હતા વિજયભાઇ તે પરિવારક્ષેત્રના તેનામા રહેલા સંસ્કારો પ્રદર્શિત કરે છે.
વિજયભાઇ રૂપાણીએ પદની કયારેય આશા કે ઇચ્છા વ્યકત કરેલ ન હતી તેમ છતા તેમને ભાજપ તરફથી જે કાંઇ જવાબદારી સોંપવામાં આવી તે જવાબદારી પરિવાર ક્ષેત્રની ગરિમાને કાયમ રાખી નિભાવી હતી.(૩૮.૩૯)
(2:51 PM IST)










