News of Friday, 13th June 2025
અમદાવાદ પ્લેન ક્રેશના મુસાફરોને રાજકોટ બાર એસો. દ્વારા શ્રધ્ધાંજલી અપાઇ
બાર એસો. દ્વારા યોજાયેલ શોક સભામાં વકીલોની શોકાંજલી

રાજકોટ, તા.૧૩: અમદાવાદ એરપોર્ટ પરથી લંડન જતી એરઇન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલા પાયલોટ, ક્રુ મેમ્બર્સ, તમામ મુસાફરો તેમજ સિવિલ હોસ્પિટલમાં અભ્યાસ કરતા એમ.બી.બી.એસ. ડોકટરો વિમાન દુર્ઘટનામાં મળત્યુ પામ્યા છે. તે બદલ ગુજરાતના સમગ્ર બાર એસોશિએશનોના તમામ ધારાશાષાીઓમાં ગહેરા શોકની લાગણી પ્રસરી છે. પ્લેન ક્રેશમાં તમામ મળત્યુ પામેલા મુસાફરોની આત્માને શ્રધ્ધાંજલી આપવા માટે અને ઊંડા શોકની લાગણી વ્યક્ત કરવા માટે ગુજરાતના તમામ બાર એસોશિએશનના ધારાશાષાીઓએ પાંચ મિનિટનું મૌન રાખી શ્રધ્ધાંજલી પાઠવવા દરેક બાર એસોસીએશને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે.જે.પટેલ દ્વારા અપીલ કરવામાં આવી હતી. જેને પગલે રાજકોટ બાર એસોશીએશન દ્વારા ન્યુ કોર્ટ બિલ્ડિંગ ખાતે બાર રૂમમાં વકીલો દ્વારા મૌન પાળી અમદાવાદ પ્લેન દુધટનામાં મળત્યુ પામેલ લોકોને શ્રધ્ધાંજલી અર્પી હતી. આ તકે બાર એશો.ના પ્રમુખ પરેશ મારૂ, ઉપ પ્રમુખ સુમિત વોરા પૂર્વ પ્રમુખ બકુલ રાજાણી, સેક્રેટરી સંદીપભાઈ વેકરીયા, જોઈન્ટ સેક્રેટરી જીતેન્દ્રભાઈ પારેખ, ટ્રેઝરર પંકજભાઈ દોંગા, લાઇબ્રેરી સેક્રેટરી કેતનભાઈ મંડ, કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મેમ્બર દિલીપભાઈ પટેલ, રેવન્યુ બાર એસોસિએશનના રમેશભાઈ કથીરિયા, ક્લેઈમ બાર એસો.ના ગોપાલભાઈ ત્રિવેદી, જાણીતા ધારાશાષાી રૂપરાજસિંહ પરમાર, બાર એસો.ના કારોબારી સભ્ય રક્ષાબેન ઉપાધ્યાય, પ્રગતિબેન માકડીયા, તુષારભાઈ દવે, નિકુંજભાઈ શુકલ સંજયભાઈ ડાંગર, પરેશભાઈ પાદરીયા, અશ્વિનભાઈ રામાણી, કિશનભાઇ રાજાણી, મનીષભાઈ સોનપાલ અને હિરેનભાઈ ડોબરીયા સહિતના સિનિયર જુનિયર વકીલો ઉપસ્થિત રહ્યા હતા
(2:56 PM IST)










