News of Friday, 13th June 2025
વિમાન ક્રેશના મૃતકો પ્રત્યે સંવેદનાઃ શ્રધ્ધાસુમન પાઠવતા મનપાના પદાધિકારીઓ

રાજકોટ તા.૧૩: વિમાન ક્રેશ દુર્ઘટનાથી સમગ્ર દેશ સહિત વિશ્વ આઘાતમાં સરી પડેલ છે. અમદાવાદથી લંડનના ગેટવિક જઇ રહેલુ એર ઇન્ડીયાનું વિમાન ટેકઓફ કર્યાના માત્ર ગણતરીની મિનિટમાં ક્રેશ થયું. આ અકસ્માતમાં ૨૨૯ મુસાફરો અને ૧૨ ક્રુ મેમ્બર સહિત ૨૬૮ લોકોના મોત થયા. આ દુર્ઘટનામાં ગુજરાત રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું દુઃખદ અવસાન થયેલ છે.
મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ઁિંડગ કમિટી ચેરમેન, જયમીન ઠાકર, શાસકપક્ષ નેતા શ્રીમતી લીલુબેન જાદવ અને શાસક પક્ષ નેતા શ્રીમતી લીલુબેન જાદવ અને શાસક પક્ષ દંડક મનીષભાઇ રાડીયાએ એર ઇન્ડિયાના બોઇંગ ૭૮૭ ડ્રીમલાઇનર વિમાન (AI 171) ક્રેશની અતિ દુર્ભાગ્યપૂર્ણ દુઃખદ દુર્ઘટનાના મૃતકો પ્રત્યે સંવેદના અને ઉંડા દુઃખની લાગણી વ્યકત કરી, શ્રધ્ધાસુમન પાઠવતા જણાવે છે કે, આ દુર્ઘટના સદીની સોૈથી મોટી બનેલ વિમાન ક્રેશની દુર્ઘટના છે. જેનાથી સમગ્ર દેશ સહિત વિશ્વ આઘાતમાં છે અનેક લોકોએ પોતાના પરિવારજન, સ્વજન ગુમાવ્યા છે ત્યારે પરમ કૃપાળુ પરમાત્મા મૃતકોના આત્માને મોક્ષ ગતિ પ્રદાન કરે તેમજ મૃતકોના પરિવારજનોને આ દુઃખદ આઘાત કરવાની શકિત આપે અને આ દુર્ઘટનામાં ઘાયલ થયેલ લોકો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના.
(3:13 PM IST)










