<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th June 2025

વિજયભાઇ CM કરતા ‘કોમનમેન' તરીકે કાર્ય કરનારા હતાઃ પૂ. ધીરગુરૂદેવ

ચણાકાના વતની અને  બર્મા થી રાજકોટ વસવાટ કર્યા પછી પૂર્વ મુખ્‍યમંત્રી અને જૈન અગ્રણી શ્રી વિજયભાઇ રૂપાણી  શ્રી સ્‍થા. જૈન મોટા સંઘના નવયુવક મંડળમાં કાર્યરત થયા પછી RSS અને ગુજરાત રાજયમાં વિવિધ સેવામાં જોડાયા બાદ મુખ્‍યમંત્રી બન્‍યા છતા હંમેશા પોતાને કોમનમેન  માનીને સહુ કોઇને ઉપયોગી બનતા હતા.

હમણા છેલ્લે જીતો પ્રેરિત વિશ્વ નવકાર દિવસે હેમુગઢવી હોલમાં ગુરુઆદેશ થતા જ શ્રી વિજયભાઇ રૂપાણીએ નવકારમંત્રના જાપ કરાવી ઉત્‍સાહ વધાર્યો હતો.

સરલ, સાલસ સ્‍વભાવના શ્રી વિજયભાઇ રૂપાણીના આકસ્‍મિક નિધનથી માત્ર પરિવારને નહિ ભારતદેશને સંનિષ્‍ઠ કાર્યકરની ખોટ પડી છે. જે નજીકના ભવિષ્‍યમાં પૂરી શકાશે નહી તેમ પૂ. શ્રી ધીરગુરુદેવે શ્રધ્‍ધાંજલિ અર્પતા જણાવેલ. 

(3:13 PM IST)