News of Friday, 13th June 2025
વિજયભાઇએ જીવન પર્યંત પાર્ટીની નિષ્ઠાથી સેવા કરીઃ નેહલ શુકલ
લંડન જવાની ટીકીટ પણ પંજાબમાં પેટા ચૂંટણીની જાહેરાત થવાથી બદલી હતી

રાજકોટઃ વિજયભાઈ રૂપાણી જેવા સંવેદનશીલ અને સાલસ રાજપુરૂષની અત્યંત આકસ્મિક વિદાયને અશ્રુ ભીની શ્રધાંજલિ આતા વોર્ડ નં. ૯ ના કોર્પોરેટર નેહલ શુકલાએ જણાવેલ કે, જ્યારથી સમજણા થયા ત્યારથી ભારતીય જનતા પાર્ટીની સેવા કરતા આવ્યા અને જીવનના છેલ્લા શ્વાસ સુધી ભારતીય જનતા પાર્ટી માટે કામ કરતા રહ્યા, અને કદાચ એમ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીની સેવા માટે પોતાની જાતની આહુંતિ આપી કારણકે એમનો ખરેખર લંડન જવાનો કાર્યક્રમ તારીખ ૬ જુનનો નિヘતિ જ હતો ટિકિટ પણ બુક થઇ ગઇ હતી પરંતુ તેઓ હાલ પંજાબ રાજયના ભાજપના પ્રભારી હોવાથી અને ત્યાં લુધિાયાનામાં પેટા ચૂંટણી જાહેર થઇ હોવાથી, ત્યારે પોતાના ઉપર પાર્ટીએ સોપેલી જવાબદારી પુર્ણ નિષ્ઠાથી નિભાવવા માટે આ પેટા ચુંટણીને કારણે એમને એમની બુક કરાવેલી ટિકિટ તેમણે ચૂંટણી પતે પછી ડીલે કરીને તારીખ ૧૨ જુનની કરાવી હતી.
તેઓ પૂર્વ નિર્ધારીત કાર્યક્રમ લંડન ખાતે હતો તેમાં જવા માટે નીકળ્યા અને પ્લેન કેસની અત્યંત દુઃખદ ઘટનામાં લોકોના સાચા પ્રતિનિધિ, અત્યંત સંવેદનશીલ અને સરળ હૃદયના માનવી અને જેમને સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં હજારો કાર્યકર્તાઓને કાર્યકર્તા માંથી નેતા બનવા માટેની પ્રેરણા આપી છે એવા શ્રી વિજયભાઈ રૂપાણી આજે આપણી વચ્ચે રહ્યા નથી અને હવે એમને ‘શ્રી માંથી સ્વર્ગીય'નું સંબોધન લખવાનું આવશે એ વિચાર માત્ર જ અત્યંત દુઃખ દાયી છે.
હું અને મારો પરિવાર આજે સવારે પેરિસ એરપોર્ટ ખાતે હતા ત્યારે તેમના પ્લેન ક્રેશ ના સમાચાર મારા મિત્ર દ્વારા જણાવવામાં આવ્યા કે વિજયભાઈ રૂપાણીનું પ્લેન ક્રેશ થયું છે, ત્યાર પછીની થોડી જ મિનિટોમાં અમારી ફલાઇટ ટેક ઓફ થઈ હતી જેને દુબઈ પહોચતા ૭ કલાક થાય છે, ત્યારે ફલાઈટમાં સતત વિજયભાઇને કશું નહીં થયું અને હેમખેમ જ હશે એવા જ વિચાર આવતા રહ્યા પરંતુ જ્યારે લેન્ડ થયા ત્યારે આ દુખદ સમાચાર મળ્યા.
મળત્યુ તો દરેકને આવવાનું જ હોય છે પરંતુ આવી રીતે અણધારી અકલ્પનીય અને આકસ્મિક વિદાય! અચાનક આટલા સતત સક્રિય રાજપુરુષ મીનીટોમાં વિદાય લઈ લે છે ત્યારે સૌની આંખોમાં આંસુ આવી જ જાય છે.
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અને દેશના સૌથી વસમા એવા કોરોના કાળમાં સૌની સતત ચિંતા અને કાળજી લેતા-કરતા, રાજકોટને વિકાસની હરણ ફાળ ભરાવતા, હંમેશા કાર્યકર્તાઓને માટે ઉપલબ્ધ અને પ્રેરક એવા વિજયભાઈ એ આપણી વચ્ચેથી વિદાય લઈ લીધી છે ત્યારે વિધાતાના અકળ વિધાનની પ્રભુને બીજી તો શું ફરિયાદ કરી શકાય !
શ્રી વિજયભાઈ રૂપાણી અને અકસ્માતનો ભોગ બનેલા સૌ મળતકોના આત્માને સદગતિ મળે તેવી પ્રાર્થના સાથે સૌ મળતકોને અશ્રુ સહ વંદન સાથે શ્રદ્ધાંજલિ, વિજયભાઈ રૂપાણીના સંસ્મરણો હવે જીવનભર સાથે રહેશે.
(3:48 PM IST)










