<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th June 2025

પુજીત રૂપાણી ટ્રસ્‍ટના સભ્‍યો ભાવુકઃ અમે હજુ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે DNA ટેસ્‍ટ મેચ ન થાય... ઇશ્વર કંઇક ચમત્‍કાર કરે અને વિજયભાઇ પાછા ફરે

તેઓ હંમેશા આ ટ્રસ્‍ટમાં સારવાર કરાવતાઃ નિયમીતપણે તેમની દાંતની ટ્રીટમેન્‍ટ થતી હતી : વિજયભાઇ ગરીબ બાળકોના ભણતર માટે ભારે ચિંતા કરતાઃ તેઓ જન્‍મદિવસ હંમેશા ટ્રસ્‍ટના બાળકો સાથે જ ઉજવતા

રાજકોટ, તા., ૧૩: અમદાવાદમાં થયેલી પ્‍લેન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીના નિધનના સમાચારથી રાજ્‍યભરમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ દુર્ઘટનાના સમાચાર મળ્‍યા પછી રાજકોટમાં આવેલા પૂજિત રૂપાણી ટ્રસ્‍ટના સભ્‍યો ઊંડા શોકમાં ગરકાવ થઈ ગયા છે. તેમને હજી પણ વિશ્વાસ નથી આવી રહ્યો કે વિજયભાઈ હવે આપણી વચ્‍ચે નથી. ટ્રસ્‍ટના સભ્‍યો ભાવુક થઈને જણાવી રહ્યા છે કે, અમે હજી પણ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે ડીએનએ ટેસ્‍ટ મેચ ન થાય અને ભગવાન કોઈ ચમત્‍કાર કરે, જેથી વિજયભાઈ સાજા થઈને પરત ફરે.

ટ્રસ્‍ટના સભ્‍યોએ વધુમાં જણાવ્‍યું હતું કે વિજયભાઈ રૂપાણીએ જ્‍યારે આ ટ્રસ્‍ટની સ્‍થાપના કરી હતી, ત્‍યારથી તેઓ સૌરાષ્‍ટ્રભરના નાના વર્ગના બાળકો તેમજ ઝૂંપડપટ્ટીના બાળકોને ભણતરમાં કઈ રીતે આગળ લઈ આવવા તેની હંમેશા ચિંતા કરતા હતા. તેમનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય હતો કે ઝૂંપડપટ્ટીના બાળકો સ્‍વસ્‍થ રહે અને ભણીને આગળ આવે. આ ઉપરાંત, ગરીબ દર્દીઓને ઓછામાં ઓછા ખર્ચમાં અથવા તો મફતમાં શ્રેષ્ઠ સારવાર મળે તે સુનિヘતિ કરવા માટે પુનીત રૂપાણી ટ્રસ્‍ટ હંમેશા કાર્યરત રહયું હતું.

વિજયભાઈ હંમેશા બાળકો અને ગરીબ દર્દીઓની ચિંતા કરતા હતા. તેમનું જીવન લોકો માટે સમર્પિત હતું.

ટ્રસ્‍ટના સભ્‍યોએ યાદ કરતા કહ્યું કે, મુખ્‍યમંત્રી બન્‍યા પછી પણ વિજયભાઈ પોતાની ખુશીના પ્રસંગો, જેમ કે પોતાનો જન્‍મદિવસ કે પૂજિતનો જન્‍મદિવસ, હંમેશા અંજલીબેન સાથે ટ્રસ્‍ટના બાળકો સાથે જ ઉજવતા હતા. આટલું જ નહીં, પરંતુ પૂજિત રૂપાણી ટ્રસ્‍ટના પ્રયાસો થકી ઝૂંપડપટ્ટીના ૧,૦૦૦ થી પણ વધુ બાળકો આજે એન્‍જિનિયર, ડોક્‍ટર સહિતની ઉચ્‍ચ પોસ્‍ટ્‍સ પર પહોંચ્‍યા છે. આ તેમનો સમાજ પ્રત્‍યેનો અતૂટ પ્રેમ અને પ્રતિબદ્ધતા દર્શાવે છે.

વિજયભાઈ જ્‍યારે મુખ્‍યમંત્રી બન્‍યા ત્‍યારે પણ આ જ ટ્રસ્‍ટમાં સારવાર કરાવતા હતા. તેઓ કહેતા કે શ્નહું આ ટ્રસ્‍ટમાં સારવાર કરાવીશ તો અન્‍ય લોકો પણ સારવાર કરાવવા આવશે.ઙ્ખ તેઓ નિયમિતપણે તેમની દાંતની ટ્રીટમેન્‍ટ કરાવતા હતા.

ડો. શાહે ઉમેર્યું હતું કે, ગત ૨૮ તારીખના રોજ વિજયભાઈ ટ્રસ્‍ટ ખાતે દાંતની ટ્રીટમેન્‍ટ કરાવવા આવ્‍યા હતા. તે સમયે તેમની પાસે સમય ઓછો હતો, તેથી ટૂંકી સારવાર કરાવ્‍યા બાદ વિજયભાઈએ કહ્યું હતું કે, હું લંડન જવાનો છું. લંડનથી પાછો આવું પછી વ્‍યવસ્‍થિત રીતે મારી દાંતની ટ્રીટમેન્‍ટ કરી આપજો.

(3:53 PM IST)