<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th June 2025

લોટ-બેકરી પ્રોડકટ-બટેટા-બાફેલી દાળ સહિત ર૭ કિલો અખાદ્ય ખોરાકનો નાશ

મનપાની ફુડ શાખા શહેરના વિવિધ વિસ્‍તારોમાં ત્રાટકીઃ ૭ને લાઇસન્‍સ અંગે સૂચના : કાલાવડ રોડના સાંઝા ચૂલા તથા યાજ્ઞિક રોડના સાંઝા ચૂલા તથા યાજ્ઞિક રોડના બર્લીસ પંજાબી ઢાબામાંથી વાસી-એકસપાયર વસ્‍તુઓ મળી

રાજકોટ તા. ૧૩ :.. મનપાની ફુડ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્‍તારોમાં ખાદ્ય પદાર્થ ઉત્‍પાદકો-વેચાણકર્તાઓને ત્‍યાં ચકાસણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ, રામકૃષ્‍ણનગર વિસ્‍તારોમાં ચેકીંગ દરમિયાન જીવાતવાળો લોટ, એકસાપયર બેકરી પ્રોડકટ, બ્રેડ, પીઝા બેઇઝ, વાસી બટેટા, તથા બાફેલીદાળ  સહિત કુલ ર૭ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્‍યો હતો. ઉપરાંત આનંદ બંગલા, ચોકથી મહાદેવવાડી મેઇન રોડન ૧૯ ખાણી-પીણીના ધંધાર્થીઓને ત્‍યાં ચકાસણી કરી ૭ ને લાઇસન્‍સ અંગે સૂચના આપવામાં આવી હતી. સાથે જ દૂધ તથા અડદ પાપડના નમુના લેવામાં આવ્‍યા હતાં. 

મનપાની સત્તાવાર યાદી મુજબ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન કાલાવડ રોડ, અસિમ ટાવર પાછળ આવેલ ૅસાંઝા ચૂલા (એક્‍ઝોટીક ફૂડ)ૅ પેઢીની તપાસ કરતા સ્‍થળ પર સંગ્રહ કરેલ લોટમાં જીવાતવાળો જણાય આવતા તેમજ તથા એક્‍સપાયરી થયેલ બેકરી પ્રોડકટ્‍સ -બ્રેડ, પીઝા બેઇઝ વાસી જણાય આવતા કુલ મળીને ૧૯ કિ.ગ્રા. અખાદ્ય જથ્‍થોનો સ્‍થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને સ્‍થળ પર હાઈજેનિક કન્‍ડિશન જાળવવા તથા યોગ્‍ય સ્‍ટોરેજ જાળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ.

સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન સર્વેશ્વર ચોક, યાજ્ઞિક રોડ પર આવેલ ૅબલીઁસ પંજાબી ઢાબૉ પેઢીની તપાસ કરતા સ્‍થળ પર ઉપયોગમાં લેવાતા વાસી બટેટા તથા બાફેલ દાળ સંગ્રહ કરેલ મળી આવતા કુલ મળી ૦૮ કિ.ગ્રા. અખાદ્ય જથ્‍થોનો સ્‍થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને સ્‍થળ પર હાઈજેનિક કન્‍ડિશન જાળવવા તથા યોગ્‍ય સ્‍ટોરેજ જાળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ.

સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન રામકળષ્‍ણનગર, બગીચા સામે, રાજકોટ મુકામે આવેલ ૅજય કૈલાશ નમકીન લી.ૅ પેઢીની તપાસ કરતા પેઢીને સ્‍થળ પર લાયસન્‍સ તથા યોગ્‍ય સ્‍ટોરેજ જાળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ. ઉપરાંત

સાંઝા ચૂલા પાસે આવેલ ૅએલપીએલ કાફેૅ પેઢીની તપાસ કરતા પેઢીને સ્‍થળ પર હાઈજેનિક કન્‍ડિશન તથા યોગ્‍ય સ્‍ટોરેજ જાળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ.

ફૂડ વિભાગની ટીમ તથા જ્‍લ્‍ષ્‍ વાન સાથે શહેરના આનંદ બંગલા ચોક થી મહાદેવવાડી મેઇન રોડ વિસ્‍તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૧૯ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૦૭ ધંધાર્થિઓને લાઇસન્‍સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્‍ય ચીજોના કુલ ૧૭ નમૂનાની સ્‍થળ પર ચકાસણી કરેલ.

 જેમાં એગ વર્લ્‍ડ , જન્નત એગ્‍સ, કેકસા આઇસ ડિશ ગોલા, ક્રિષ્‍ના બ્રેડ પકોડા, શિવ શક્‍તિ માર્ટ, (૦૬)રઘુવીર પ્રોવિઝન સ્‍ટોર, તથા ખોડિયાર ભેળને લાઇસન્‍સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.

પ નમૂના લેવાયા

ફુડ સેફ્‌ટી સ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ-૨૦૦૬ હેઠળ દર્શાવેલ સ્‍પેશ્‍યલ ડ્રાઈવ અંતર્ગત કુલ ૦૫ નમૂના લેવામાં આવેલ જેમાં બફેલો મિલ્‍ક (લુઝ), ઓમ સ્‍વીટ નમકીન ્રૂ મિલ્‍ક શોપ, વરદાન કોમ્‍પલેક્ષ, પર્ણકુટી પોલીસ ચોકી પાસે, શ્રી કોલોની પાસે, રાજકોટ, મિક્‍સ દૂધ (લુઝ): ગોકુલ ડેરી ફાર્મ, જેનીલ પ્‍લાઝા, ગ્રા. ફલોર, કૈલાશ પાર્ક-૧, નંદનવન સામે, મવડી, રાજકોટ, મિક્‍સ દૂધ (લુઝ): શ્રીજી ડેરી ફાર્મ, રામપાર્ક મેઇન રોડ, સેટેલાઈટ ચોક, મોરબી રોડ, રાજકોટ, મિક્‍સ દૂધ (લુઝ): શ્રીરામ ડેરી ફાર્મ, અમળત પાર્ટી પ્‍લોટ સામે, ડી-માર્ટ પાસેનો ૫૦ઁ ફૂટ ખીજડાવાળો રોડ, રાજકોટ, HOME CHEF UDAD PAPAD (200 G PCAK):  એવન્‍યુ સુપર માર્ટ લી, પ્‍લોટ નં.૦૧, વિઝન હાઇસ્‍કૂલ પાસે, કુવાડવા રોડ ખાતેથી નમુના લઇ પરિક્ષણ અર્થે મોકલવામાં આવ્‍યા હતા.

(3:58 PM IST)