<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th June 2025

શ્રી ક્ષત્રિય યુવક સંઘના પથદર્શક ભગવાનસિંહજી રોલસાહબસરને કાલે ક્ષત્રિય સંસ્‍થાઓ દ્વારા અપાશે ભાવભિની શ્રધ્‍ધાંજલી

દેશભકિત, રાષ્‍ટ્રનિર્માણ, ચારિત્ર અને સંસ્‍કારના ઘડતરની આહલેક જગાવનાર મેરે બુઝતે દીપ કો તુમ સ્‍નેહ ભર ફીર સે જલાલો, જયોતિ તેરી હી નિહારું, પૂર્ણ શ્રદ્ધા સે પુકારું

રાજકોટઃ શ્રી ક્ષત્રિય યુવક સંઘની સ્‍થાપનાથી લઇ આજ દિવસ સુધી, દેશભકિત, રાષ્‍ટ્રનિર્માણ અને ચારીત્ર્ય ઘડતરમાં મહત્‍વનો ફાળો આપનાર સંઘના ચોથા વડા ભગવાનસિંહજી રોલસાહબસરના તાજેતરમાં જયપુર ખાતે થયેલા નિધન બાદ રાજકોટમાં આવતીકાલે યોજાયેલી શ્રધ્‍ધાંજલી સભાની માહિતી અગ્રણીઓ અકિલાના મોભી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ વર્ણવી ત્‍યારની તસ્‍વીરમાં સિનિયર પત્રકાર જયદેવસિંહ જાડેજા પણ નજરે પડે છે. (ફોટોઃ અભિજીત બગથરીયા)

સ્‍વ.ભગવાનસિંહજી રોલસાહબસર

રાજકોટ તા.૧૩: આવતીકાલે તા.૧૪ના શનિવારે ૪ થી ૬ કલાક દરમ્‍યાન હરભમજીરાજ ગરાસીયા છાત્રાલય, રજપુતપરા-પ, રાજકોટ ખાતે શ્રી ક્ષત્રિય યુવક સંઘના સુકાની સ્‍વ.ભગવાનસિંહજી રોલસાહબસરને શ્રધ્‍ધાંજલી અર્પણ કરવા સોૈરાષ્‍ટ્ર-કચ્‍છની વિવિધ ક્ષત્રિય સંસ્‍થાઓ અને ક્ષત્રિય યુવક સંઘના સંભાગો દ્વારા શ્રધ્‍ધાંજલી સભાનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેની માહિતી આપવા માટે ક્ષત્રિય અગ્રણીઓ અકિલા કાર્યાલયની મુલાકાતે આવ્‍યા હતા અને અકિલાના મોભી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ શ્રી ક્ષત્રિય યુવક સંઘની રાષ્‍ટ્રનિર્માણ અને ચારિત્રય ઘડતરની નેમ સાથે ચાલી રહેલી પ્રવૃતિ અને તેમાં રહેલા સ્‍વ.ભગવાનસિંહજીના સિંહફાળા અંગે માહિતગાર કર્યા હતા.

શ્રી ક્ષત્રિય યુવક સંઘની સ્‍થાપના જયપુર ખાતે તારીખ ૨૨/૧૨/૧૯૪૬ ના રોજ સંઘના સ્‍થાપક પ્રમુખશ્રી બાડમેરના મેયર ધારાસભ્‍ય ભુતપૂર્વ સાંસદ તથા લેખક અને ચિંતક શ્રી તનસિંહજી દ્વારા કરવામાં આવી હતી શ્રી તનસિહજી અને તેમના દરેક ઉતારધિકારીશ્રીએ આ સંસ્‍થાની પ્રવુતિને વિકસાવી આગળ વધારી છે. દેશભક્‍તિ રાષ્‍ટ્રનિર્માણ ચારિત્ર અને સંસ્‍કાર ઘડતર તથા વ્‍યક્‍તિવિકાસની દિશામાં કાર્યરત શ્રી ક્ષત્રિય યુવક સંઘના દરેક પ્રમુખશ્રીએ સમાજ ઉત્‍થાન માટે ભગીરથ સેવાઓ આપી છે. વરિષ્ઠ સ્‍વયમ સેવક અને દેશના સર્વોતમ વક્‍તા શ્રી ભગવાનસિંહજીના નેતળત્‍વમાં સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે સમગ્ર ગુજરાતમાં સર્વોતમ કામગીરી થઈ છે. સંઘના ચોથા અને સને ૧૯૮૯થી સંઘ પ્રમુખ તરીકે કાર્યરત અને આ સંઘના વર્તમાન સુકાની શ્રી ભગવાનસિંહજી રોલસાહબસરએ તારીખ ૫/૬/૨૦૨૫ ગુરુવારના રોજ મોડી રાત્રીએ એસએમએસ હોસ્‍પિટલ જયપુર ખાતે અંતિમ શ્વાસ લીધા હતા ત્‍યારબાદ હોસ્‍પિટલ ઓથોરીટીએ તેમના નિધનની વિધિવત જાહેરાત તારીખ ૬/૬/૨૦૨૫ના રોજ કરતાં આ દુઃખદ સમાચાર પ્રસારિત થતા સમગ્ર સમાજમાં આઘાતનું શોકમય વાતાવરણ સર્જાયેલ છે. સદગતશ્રી ભગવાનસિંહજીના અંતિમ દર્શન માટે તેમના પાર્થિવ દેહને સંઘશક્‍તિ ભવન જયપુર ખાતે લાવવામાં આવતા તેમના અંતિમ દર્શન અર્થે પૂર્વ મુખ્‍યમંત્રીશ્રી વસુંધરા રાજે, કેન્‍દ્રીય કેબિનેટ મંત્રીશ્રી ગજેન્‍દ્રસિંહજી શેખાવત, ઉપરાષ્‍ટ્રપતિશ્રી જગદીપ ધનખડજી, સાંસદ રાવ રાજેન્‍દ્રસિંહજી, બીજેપી પ્રદેશ ઉપઅધ્‍યક્ષશ્રી રઘુવીરસિંહજી તવર, બીજેપી પ્રદેશ મહામંત્રીશ્રી શ્રવણસિંહજી બગડી, શ્રી મંજુજી શર્મા, પૂર્વ વિધાયકશ્રી રામલાલ શર્મા, શ્રીમતિ મનીષા પવાર, વિધાયકશ્રી ગોપાલ શર્મા, શ્રી છગનસિંહજી રાજપુરોહિત, શ્રી વીરેન્‍દ્રસિંહજી કાનાવત, શ્રી રામસહાય વર્મા, શ્રી પુશારામ ગોદરા, શ્રીમતિ ગીતા બરખડ, શ્રી જશવંતસિંહજી બિશનોઈએ ઉપસ્‍થિત રહી શ્રદ્ધાસુમન અર્પણ કરેલ હતા આ ઉપરાંત સામાજિક આગેવાનશ્રીઓં રાજકીય નેતાઓશ્રી સરકારી અમલદારશ્રી અને સંઘના કાર્યકરશ્રી સહિત વિશાળ સંખ્‍યામાં આમજનતાની ભારે ભીડ એકત્ર થઈ હતી અને અંતિમ પ્રણામ કરી અશ્રુભીની શ્રદ્ધાજલી અર્પણ કરી હતી.

 આ દુઃખદ પ્રસંગે રાજસ્‍થાન કેબિનેટના મુખ્‍યમંત્રીશ્રી ભજનલાલ શર્મા, નાયબ મુખ્‍ય મંત્રીશ્રી દિયાકુમારી, પૂર્વ મુખ્‍યમંત્રીશ્રી અશોક ગહલોટ, પૂર્વ નાયબ મુખ્‍ય મંત્રીશ્રી સચિન પાયલોટ, પ્રદેશ પ્રમુખશ્રી ગોવિંદસિંહજી, શ્રી સતીશ પુનિયા, શ્રી અર્જુન મેઘવાલ, શ્રી રાજ્‍યવર્ધનસિંહજી, શ્રી શક્‍તિસિંહ ગોહિલ અને વડા પ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ શોક પ્રગટ કરેલ છે. પ્રિન્‍ટ મીડિયા ઇલેક્‍ટ્રોનિક મીડિયા ટીવી માધ્‍યમ યુટયુબર સહિત દરેક સમાચાર માધ્‍યમોએ દુખદ સમાચાર પ્રસારિત કરી દેશના ખૂણે-ખૂણેથી લોકોની લાઈવ સંવેદના પ્રસારિત કરી હતી.

ગુરુશ્રી અને સંઘ સ્‍થાપકશ્રી તનસિહજીના હાથે ઘડાયેલા શ્રી ભગવાનસિહજીએ ક્ષત્રિય સંઘની કામગીરી વિસ્‍તળત વિશાળ પાયા ઉપર નિર્માણ કરી આપી છે. દેશના ઘણા રાજ્‍યોમાં તેમણે કાર્યાલયો તનાયન, નારાયણ નિકેતન, તનાશ્રય અને શક્‍તિધામનું નિર્માણ કરેલ છે. સંઘનું કાર્યક્ષેત્ર વધારી બાલિકા અને દંપતિઓ માટે શિબિર અને સંસ્‍કાર નિર્માણ કેન્‍દ્ર શરૂ કરવામાં આવેલ છે. તેઓશ્રી રાષ્‍ટ્રીયસ્‍તરના સામાજિક આગેવાન હતા રાષ્‍ટ્રીય સ્‍વયમ સેવક સંઘ સાથે મળી સયુક્‍તપણે તેમણે સંખ્‍યાબંધ સેવાકીય પ્રોજકેટ સફળતાપૂર્વક પાર પાડયા છે. રાષ્‍ટ્રીય કટોકટીના સમયે દેશહિતને તેમણે અગ્રતાક્રમે મૂકયા હતા.

સમાજના યુવાઓ માટે તેમણે આજીવન સેવાઓ આપી છે. પોતાનું સંપૂર્ણ જીવન તેમણે સંઘ સેવાઓ માટે સમર્પિત કરેલું હતું દેશભરમાં કેમ્‍પ કરી શિસ્‍ત ધૈર્ય કર્તવ્‍ય નિષ્ઠા સંસ્‍કાર દેશપ્રેમના સંસ્‍કાર આપવામાં શ્રી ભગવાનસિંહજી મોખરે રહ્યા છે. સામાજિક સેવાઓ માટે હમેશા તત્‍પર રહેતા શ્રી ભગવાનસિંહજીના નિધનથી શ્રી ક્ષત્રિય યુવક સંઘ સહિત સામાજિક ક્ષેત્રે મોટી ખોટ પડી છે. પોતાની આગવી ઢબની પાઘડી અને પરિધાનમાં સદાય સજ્જ રહેતા શ્રી ભગવાનસિહજીનું પ્રેમાળ સ્‍મિત હવે સદાયના માટે વિલીન થઈ ચૂકયું છે. મહર્ષિ સદગતશ્રી ભગવાનસિહજીના જીવન મૂલ્‍યોને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની સભા તારીખ ૧૪/૦૬/૨૦૧૫ શનિવારના રોજ સાંજના ૪.૦૦ થી ૬.૦૦ કલાક શ્રી હરભમજીરાજ ગરાસિયા છાત્રાલય રજપૂત પરા -૫ રાજકોટ ખાતે આયોજિત કરવામાં આવેલ છે.

આ સભામાં રાજપૂત સમાજ અને સંસ્‍થા પરિવારવતી શ્રી ક્ષત્રિય યુવક સંઘ, ગોહિલવાડ સૌરાષ્‍ટ્ર કચ્‍છ સંભાગ, હાલાર પ્રાંત ઉપરાંત શ્રી હરભમજીરાજ ગરાસિયા છાત્રાલય રાજકોટ, શ્રી કચ્‍છ કાઠીયાવાડ ગુજરાત ગરાસિયા એસોસિએશન, શ્રી ચંદ્રસિંહજી ભાડવા સ્‍ટડી સર્કલ, શ્રી પ્રવીણસિંહજી (સોળીયા) હરભમજીરાજ ગરાસિયા છાત્રાલય પૂર્વ વિધાર્થી મંડળ તથા રાજપૂત (ક્ષત્રિય) સમાજની તમામ સંસ્‍થાઓના સભ્‍યો અને ક્ષત્રિય સમાજના લોકો વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી શ્રધ્‍ધાસુમન પાઠવશે. તેમ અકિલા કાર્યાલયે ક્ષત્રિય સમાજની વિવિધ સંસ્‍થાઓના અગ્રણીઓ સર્વશ્રી દેવેન્‍દ્રસિંહ (ટીકુભાઇ) કોઠારીયા, દૈવતસિંહ જાડેજા (ચાંદલી), દેવેન્‍દ્રસિંહ જાડેજા (સોળીયા), જયેન્‍દ્રસિંહ જાડેજા (કોટડાનાયાણી), ક્રિપાલસિંહ જાડેજા (લુણીવાવ) અને શકિતસિંહ જાડેજા (કોટડાનાયાણી)એ  જણાવ્‍યું હતું

(3:59 PM IST)