<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th June 2025

સસ્‍તા અનાજના દૂકાનદારોને જૂન મહિનાનું કમીશન તથા રાશન કાર્ડ હોલ્‍ડરોને તેમનું અનાજ મળી રહેશે : પરીપત્ર જાહેર

સરકારનો આભાર માનતા સસ્‍તા અનાજના દુકાનદારો - આગેવાનો

રાજકોટ  તા.૧૩..શહેર ફેર પ્રાઇસ શોપ એસોસિએશન દ્વારા રાજકોટ શહેર તાલુકા અને જિલ્લાના વાજબી ભાવના દુકાનદારોએ જૂન માસનું મોટાભાગનું વિતરણ બાકી રહ્યું હોવાના કારણે પુરવઠા નિયામક શ્રીને જિલ્લા પુરવઠા અધિકારી રાજકોટ મારફત તથા રાજકોટ જીલ્લા કલેકટર શ્રીને તારીખ ૯ જુનના રોજ રાજકોટ શહેરના ૧૯,૫૦૦ જેટલા તથા રાજકોટ જીલ્લાના હજારો રેશનકાર્ડ ધારકો જૂન માસના અનાજ થી વંચીત હોય જુન માસના વિતરણની મુદત વધારવા માટે આવેદન આપવામાં આવ્‍યુ હતુ આ અગાઉ પણ રાજકોટ શહેર ફેર પ્રાઇસ શોપ એસોસિએશન દ્વારા બીજી જૂનના રોજ જિલ્લા પુરવઠા અધિકારીશ્રીને જૂન માસના વિતરણની મુદત લંબાવવા તથા ઘટતા જથ્‍થા મેળવવા માટે પૂરક પરમીટ આપવામાં આવે એ માટે  આવેદન આપવામાં આપ્‍યુ હતું રાજકોટ શહેર તાલુકા અને જિલ્લાના વેપારી ભાઈઓ દ્વારા ગરીબ અને જરૂરિયાત વાળા રાશનકાર્ડ ધારકોને અનાજ મળી રહે તથા સસ્‍તા અનાજના દુકાનદાર ભાઈઓને કમિશન મળી રહે એ હેતુથી સરકારશ્રી સમક્ષ મુકવામાં આવેલી આ માંગણી સંતોષવામા આવી છે જેના કારણે ગરીબ રાશનકાર્ડ ધારકોએ હવે જુન માસના  જથ્‍થાથી વંચિત રહેવુ નહી પડે તેમને તેમના હક્કનુ અનાજ મળી રહેશે તથા વાજબી ભાવના દુકાનદારભાઈઓને એમનુ કમિશન મળી રહેશે.

(4:00 PM IST)