<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th June 2025

દરજી જ્ઞાતિ ટ્રસ્‍ટ દ્વારા રવિવારે વિદ્યાર્થીઓને રૂ.૧૫ ના રાહતભાવે ચોપડા વિતરણ કરાશે

 

રાજકોટ : સોરઠીયા દરજી જ્ઞાતિ ટ્રસ્‍ટ રાજકોટ દ્વારા આ વર્ષે પણ જ્ઞાતિના અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓને ટ્રસ્‍ટ તરફથી રાહતદરે ચોપડાનું વિતરણનું આયોજન કરાયુ છે. માત્ર રૂ.૧૫ લેખે ૯૦૦૦ ચોપડાનું વિતરણ વહેલા તે પહેલાના ધોરણે કરાશે. તા. ૧૫ ના રવિવારે સવારે ૯ થી  ૧ અને સાંજે ૪ થી ૭ સુધી રૈયા રોડ, દરજી જ્ઞાતિની વાડી ખાતે થનાર આ ચોપડા વિતરણનો લાભ લેવા વિદ્યાર્થીઓએ માર્કશીટની ઝેરોક્ષ અથવા સ્‍કુલ-કોલેજમાં ફી ભર્યાની ઝેરોક્ષ સાથે ઉપસ્‍થિત રહેવા જણાવાયુ છે. સાથે ૨૦૨૫ના વર્ષની સભ્‍ય ફી રૂ.૧૦૦ જમા કરાવવાની રહેશે. તેમ પ્રમુખ સતીષભાઇ વસંતભાઇ ગોહેલ (મો.૯૪૨૭૨ ૬૯૮૬૦)એ જણાવ્‍યુ છે. તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સતિષભાઇ વસંતભાઇ ગોહેલ, મહેશભાઇ જીવનભાઇ પરમાર, નલિનભાઇ લાલજીભાઇ હીંગુ, ભીખુભાઇ ખીમજીભાઇ ગોહેલ, ચંદુભાઇ અમૃતલાલ પરમાર નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(4:08 PM IST)