News of Friday, 13th June 2025
વિજયભાઇ રૂપાણી જીવદયા રત્ન હતા : પૂ. નમ્રમુનિ મ.સા.
વિદાય હંમેશા વેદના અને સંવેદનાની સ્પર્શના કરાવતી હોય છે, એમાં પણ અચાનક અને અણધારી આકસ્મિક વિદાય તો અકલ્પનીય અને અકથ્ય હોય છે.

શ્રી વિજયભાઇ રૂપાણી એટલે એક એવું વ્યક્તિત્વ જેમની નિઃસ્વાર્થ સેવા, જીવદયા, પ્રેમ, દેશભક્તિ જેવા શ્રેષ્ઠ સદગુણો એમને ગુજરાત રાજ્યની દરેક વ્યક્તિ સાથે જોડે છે, એમને એમના જીવનને દેશની સેવા અને સમાજના દરેક વર્ગના લોકો માટે સમર્પિત કર્યું હતું એટલે એમની વિદાય સહુ માટે આઘાતનું કારણ બની શકે તે સ્વાભાવિકપણે સમજી શકાય છે. રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ પ્રત્યે આત્મિયતા ધરાવતા શ્રી વિજયભાઇ રૂપાણી તેઓના દરેક અવસરે ભક્તિભાવે ઉપસ્થિત રહ્યા છે. ‘આગમન થયું હોય, એની વિદાય નિヘતિ હોય છે.' અત્યારે આ સત્યનો સ્વીકાર કરી એમના અનેક શ્રેષ્ઠ સદગુણોને સ્મળતિમાં લાવી એમની સાથેની શ્રેષ્ઠ ક્ષણોના સ્મરણ સાથે, એમના પ્રત્યે હૃદયથી ઉપકારભાવ અનુભવવો, એ જ સાચી ભાવાંજલિ અર્પણ કરી કહેવાશે.
(4:04 PM IST)










