<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th June 2025

રંગોલી પાર્ક પાસે વિર વિરૂ અમૃત સરોવર પાસે થતું ગેરકાયદે ડમ્‍પીંગ અટકાવવા માંગણી

તળાવમાં માટી - પત્‍થરોના ઢગલા કરાઇ છે મ્‍યુનિ.કોર્પોને પત્ર પાઠવ્‍યો

રાજકોટ, તા.૧૩:  રાજકોટ શહેરના કાલાવડ રોડ વિસ્‍તારમાં આવેલ વિરવિરૂ અમળત સરોવર તથા આસપાસના ખુલ્લા વિસ્‍તારોમાં મોટા પાયે માટી, પથ્‍થર નુ ગેરકાયદેસર ડંપિંગ કરવામાં આવી રહ્યું છે. આ પ્રકારની પ્રવળતિઓના કારણે પર્યાવરણીય સમસ્‍યા ઊભી થઇ રહી છે અને સ્‍થાનિક નાગરિકોના આરોગ્‍ય પર પણ સીધો અસર જોવા મળી રહી છે.

જાહેર જગ્‍યાઓમાં આવી રીતે બાંધકામના કચરાનો ઢગલો કરવામાં આવતા સરોવર તથા ગટર લાઇનમાં અવરોધ ઉભો થવાનો ખતરો છે. તેમજ વરસાદી મોસમમાં પાણી ભરાવાની સ્‍થિતિ સર્જાઈ શકે છે. સ્‍થાનિક નાગરિકો અને સામાજિક સંસ્‍થાઓ દ્વારા ઘણા વખતથી આ સમસ્‍યાને લઈ ફરિયાદો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી થયેલી નથી.

રાજકોટ મહાનગરપાલિકા, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ મંડળ (GPCB) અને જળ શક્‍તિ મંત્રાલય ગીર ગંગા ટ્રસ્‍ટ ને આ પત્ર પાઠવી તાત્‍કાલિક તપાસ અને કાર્યવાહી કરવાની મજબૂત માંગણી આસપાસની સોસાયટીઓના લોકો દ્વારા કરવામાં આવી છે. સોસાયટીઓના લોકોનું કહેવુ છે ચોમાસુ જયારે નજીક છે ત્‍યારે આ જગ્‍યાએ તાત્‍કાલિક સ્‍વચ્‍છતા અભિયાન શરૂ કરવામાં આવે તેવી માંગણી છે.

ભવિષ્‍યમાં આવી ઘટના ન બને તે માટે કડક પગલાં ભરવામાં આવે તેમજ  સ્‍થાનિક નાગરિકો પોતાનું આસપાસનું પર્યાવરણ શુદ્ધ અને સ્‍વચ્‍છ રહે એ માટે ચિંતિત છે અને તંત્ર પાસે યોગ્‍ય અને ઝડપી કાર્યવાહીની અપેક્ષા રાખે છે. તેમ રંગોલી પાર્ક સોસાયટી ફલેટ હોલ્‍ડર હિતરક્ષક સમિતિના કાર્યવાહક અધ્‍યક્ષ ભીખાલાલ સહીતનાની પાર્ટીમાં જણાવાયું છે, આ વિરવિરૂ અમૃત સરોવરમાંથી કાંપ કાઢી ચોમાસા પહેલા તળાવની માટી કાઢી તળાવને ઉંડુ કરવાની પણ લોકોમાં માંગણી ઉઠવા પામી છે.(

(4:09 PM IST)