<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th June 2025

વિપક્ષને પણ પુર્ણ માન સન્‍માનની ભાવના કેળવનાર વિજયભાઇની હવે ખોટ વર્તાશેઃ અતુલ રાજાણી

રાજકોટ તા. ૧૩ :.. રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગઇકાલે બનેલી ગોઝારી દુર્ઘટનામાં મૃત્‍યુ પામેલ દિવંગતોને શ્રધ્‍ધાંજલી અર્પવામાં આવી છે.

ગુજરાતના પૂર્વ મુખ્‍યમંત્રી સ્‍વ. વિજયભાઇ રૂપાણીના કરૂણ મૃત્‍યુના આઘાતમાં રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ ૧ વીક માટે તમામ રાજકીય કાર્યક્રમો રદ કરે છે અને તમામ પરિવારોને આ દુઃખની ઘડીમાં સાંત્‍વના પાઠવે છે. તેમ જણાવી દુઃખની લાગણી વ્‍યકત કરેલ છે.

રાજકોટના વિકાસમાં વિજયભાઇ રૂપાણીનું યોગદાન કયારે નહીં ભૂલી શકાય પૂર્વ મુખ્‍યમંત્રીના નિધનને પગલે વિપક્ષે શોક ઠરાવ પસાર કર્યો એક વીક માટે કોઇ કાર્યક્રમ નહીં યોજે વિજયભાઇ રૂપાણીની અણધારી વિદાય કયારેક ભૂલી શકાય તેમ નથી તેમ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ જણાવ્‍યું હતું.

રાજકોટના મેયર તરીકે તેમજ મહાનગરપાલિકાનાં અણઉકેલ પ્રશ્નોથી પુરા વાકેફ વિજયભાઇની ખોટ રાજકોટને કાયમ રહેશે. વિજયભાઇ એઇમ્‍સ ઇન્‍ટરનેશલ એરપોર્ટ, નવુ બસ પોર્ટ, નવી જીઆઇડીસી, અટલ સરોવર સહિતના અનેક વિકાસ કાર્યોમાં વિજયભાઇનો સિંહ ફાળો રહ્યો છે. વિપક્ષને અને વિપક્ષ સભ્‍યોને પણ માન સન્‍માન આપતા હતા અને મજબૂત લોકશાહી માટે વિપક્ષ જરૂરી છે તેવું હંમેશા કહેતા હતાં. તેમ શ્રધ્‍ધા સુમન અર્પણ કરતા શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ  રાજાણીએ યાદીના અંતમાં જણાવ્‍યું છે.

(4:14 PM IST)