<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th June 2025

‘ચાલ જયેશ તારી સાથે ફોટો પાડીએ' શબ્‍દો મીઠી યાદ બની ગયા

 

રાજકોટઃ વિજયભાઇ રૂપાણી મુખ્‍યમંત્રી હતા ત્‍યારે એકવાર ગાંધીનગર હું જયેશ સંઘાણી, કિરીટભાઇ પાઠક અને ડોકટર વિજયભાઇ દેસાણી મળવા ગયા હતા. બાકી અન્‍ય લોકો પણ ત્‍યાં હતા વિજયભાઇ તેની ચેમ્‍બરમાંથી બહાર નીકળતા ચાલ જયેશ તારી સાથે ફોટો પાડી લઇએ તેમ બોલેલા તેમના શબ્‍દો અને એ ફોટા હવે મીઠી યાદો બની ગયા. તેમ શ્રધ્‍ધાંજલી અર્પતા જયેશ સંઘાણીએ જણાવ્‍યું છે. ગુજરાત ટેકનોલોજી જીટીયુના પૂર્વ કુલપતિ શ્રી નવિનભાઇ શેઠ, તેમના ધર્મ પત્‍નિ જયશ્રીબેન શેઠ ના દીકરાના લગ્ન પ્રસંગમાં વિજયભાઇ રૂપાણી પધારેલા હતા ત્‍યારની તસ્‍વીર નિહાળી શકાય છે.

(4:17 PM IST)