<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th June 2025

સૌરાષ્‍ટ્ર કચ્‍છ ચેમ્‍બર સાથે વિજયભાઇના સંભારણાઃ મૃતકોને અંજલી

 

રાજકોટઃ સૌરાષ્‍ટ્ર કચ્‍છ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઝ દ્વારા અમદાવાદ ખાતે બનેલ પ્‍લેન ક્રેશની ઘટના ના મૃતકોને શ્રધ્‍ધાંજલી આપવા બેઠક મળેલ. આ કરુણ ઘટનામાં અસંખ્‍ય લોકોએ જાન ગુમાવ્‍યા તેમાં મૃતકોની આત્‍માને શાંતી મળે તથા તેમના પરિવારને ઇશ્વર દુખ સહન કરવાની શકતી આપે તે માટે પ્રાર્થના કરવામાં આવેલ.  આ મૃતકોમાં ગુજરાતના ભુતપુર્વ સીએમ માન. વિજયભાઇ રૂપાણી પણ સામેલ હતા, ગુજરાતે એક દિર્ધદ્રષ્‍ટ્ટા આગેવાન ગુમાવ્‍યો, ગુજરાતના વિકાસમાં તેમનો સિંહ ફાળો રહયો છે. તેની સેવા ગુજરાત ખાસ કરીને રાજકોટ કયારેય નહી ભુલે. સૌરાષ્‍ટ્ર ચેમ્‍બર સાથેનો તેમનો નાતો આ તકે યાદ કરી ચેમ્‍બર પ્રમુખ નલીન ઝવેરી અને મહામંત્રી સંજય લાઠિયાએ શ્રધ્‍ધાંજલી અર્પી હતી

(4:17 PM IST)