<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th June 2025

રાધાનગરના સંજયએ સગીરાને ફ્રેન્‍ડશીપના નામે ફસાવીઃ બ્‍લેકમેઇલ કરી વારંવાર દૂષ્‍કર્મ આચર્યુ

સગીરા એકલી ઘરમાં હતી ત્‍યારે ઘુસી જઇ બળજબરીથી સાથે ફોટા પાડયાઃ પછી વાયરલ કરવાની, મંગેતરને મોકલવાની ધમકી દીધીઃ આજીડેમ પોલીસે આરોપીને સકંજામાં લીધો

રાજકોટ તા. ૧૪: સગીરાને ફ્રેન્‍ડશીપની જાળમાં ફસાવી બાદમાં તેણીના ફોટા વાયરલ કરવાની અને તેના મંગતેરને મોકલી દેવાની ધમકી દઇ એક શખ્‍સે વારંવાર દૂષ્‍કર્મ આચરી લેતાં આજીડેમ પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી લીધી છે. આજીડેમ પોલીસે આ બનાવમાં ભોગ બનનાર સત્તર વર્ષ નવ મહિનાની વય ધરાવતી સગીરાના માતાની ફરિયાદ પરથી કોઠારીયા સોલવન્‍ટ પાછળ મછોનગર નજીક રાધાનગર-૩માં રહેતાં ભરવાડ સંજય ઝાપડા વિરૂધ્‍ધ દૂર્ષ્‍મ, પોક્‍સો હેઠળ ગુનો નોંધી તેને સકંજામાં લીધો છે.

મહિલાએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે જણાવ્‍યું છે અમે પરિવાર સાથે દોઢેક વર્ષથી રાજકોટમાં રહેવા આવ્‍યા છીએ. મારા પતિ ડ્રાઇવિંગ કામ કરે છે અને હું પણ મજૂરીએ જાઉ છું. સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે.  મારી સત્તર વર્ષનીએ એક દિવસ પરાણે મોબાઇલ નંબર આપ્‍યા હતાં અને પછી ફ્રેન્‍ડશીપ કરવા દબાણ કર્યુ હતું. આ પછી મારી દિકરીને ભોળવીને તેણે ફ્રેન્‍ડશીપ કરી લીધી હતી અને ફોનમાં વાતચીત ચાલુ કરી હતી. એક દિવસ હું કામે હતી અને ઘરે કોઇ નહોતું ત્‍યારે સંજયએ ઘરમાં ઘુસી બળજબરીથી મારી દિકરીના ફોટા પાડી લીધા હતાં.

ત્‍યારબાદ તેણે  શરીર સંબંધ બાંધવા માટે દબાણ કર્યું હતું. પણ મારી દિકરીએ પોતાની સગાઈ થઈ ગઈ હોવાનું કહી આ સંબંધ નથી રાખવો તેમ કહેતા આરોપી ઉશ્‍કેરાઇ ગયો હતો અને કહ્યું હતું કે જો તું મને શરીર સંબંધ બાંધવા નહીં દે તો આપણા બંનેના ફોટા તારા મંગેતરને મોકલી તેમજ ઇન્‍સ્‍ટાગ્રામ, ફેસબુક ઉપર વાયરલ કરી દઈશ તેમજ તેમના એકના એક ભાઈને મારી નાખવાની ધમકી આપી હતી. આ રીતે મારી દિકરીને ભયભીત કરી તેણે બળજબરીથી શરીર સબંધ બાંધ્‍યો હતો. આ પછી પણ અવાર-નવાર તેણે આ રીતે ધમકી દઇ બ્‍લેકમેઇલ કરી મારી દિકરી સાથે બળજબરી આચરી લીધી હતી.

તેમજ એક વખત તે મારી સગીર દિકરીને કોઠારીયા નજીક વાડીએ લઈ ગયેલો અને ત્‍યાં પણ શરીર સંબંધ બાંધ્‍યો હતો. ત્‍યારબાદ કંટાળેલી મારી દિકરીએ હવે સંબંધ નથી રાખવો તેમ કહેતા એક માસ પહેલા આરોપી સંજય અને તેના સાગરીતો અમારા ઘરે ધસી આવ્‍યા હતાં અને ગાળો દઇ મારામારી કરી હતી. ત્‍યારે અમે પોલીસને ફરિયાદ નોંધાવી હતી.હાલમાં દિકરી ગુમસુમ રહેતી હોઇ તેની પૃછા કરતાં તેણીએ પોતાની સાથે સંજયએ બ્‍લેકમેઇલ કરી અવાર-નવાર બળજબરી આચરી હોવાનું કહેતાં અમે પોલીસને જાણ કરી હતી. તેમ મહિલાએ જણાવતાં પીઆઇ એ. બી. જાડેજા, લક્ષમણભાઇ, મેરૂભા સહિતે ગુનો નોંધી આરોપીને દબોચી લીધો છે. આરોપી કુંવારો છે. તેણે પોતાની પાસે ખુબ પૈસા છે તેવી લાલચ આપી સગીરાને ફસાવી હોવાનું પણ બહાર આવ્‍યું હતું.

(12:08 PM IST)