<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th June 2025

નાકરાવાડીમાં ૨૩ વર્ષના પરિણીતા રીટાબેનનું હૃદય ધબકારા ચુક્‍યું

આંતરડાના સોજાની સારવાર કરાવી ઘરે આવ્‍યા બાદ તબિયત બગડીઃ માસુમ પુત્ર મા વિહોણો

રાજકોટ તા. ૧૪: કુવાડવા રોડ પર નવાગામ નજીક આવેલા નાકરાવાડી ગામમાં રહેતી ત્રેવીસ વર્ષિય પરિણીતાનું બેભાન થઇ ગયા બાદ મોત થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હાર્ટએટેક આવી ગયાનું જણાવાયું હતું.

જાણવા મળ્‍યા મુજબ નાકરાવાડીમાં રહેતી રીટાબેન નિતીનભાઇ બાહુકીયા (ઉ.વ.૨૩)ની ગઇકાલે તબિયત બગડતાં ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાતાં ત્‍યાં નિદાન સારવાર થતાં આંતરડામાં સોજો હોવાનું કહેવાયું હતું. સારવાર બાદ તેણીને ઘરે લાવવામાં આવ્‍યા હતાં. પરંતુ બાદમાં એકાએક તબિયત બગડતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ તબિબે મૃત જાહેર કરતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, મહેશભાઇ, ધર્મેન્‍દ્રભાઇ, પ્રશાંતભાઇ, શક્‍તિસિંહે કુવાડવા રોડ પોલીસને જાણ કરતાં હેડકોન્‍સ. પ્રશાંતભાઇએ કાર્યવાહી કરી હતી.

મૃત્‍યુ પામનાર રીટાબેનના લગ્ન બે વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં એક પુત્ર છે. પતિ ઇમિટેશનનું કામ કરે છે. આ ઘટનાથી માસુમ દિકરો મા વિહોણો થઇ ગયો છે.

(12:25 PM IST)