તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 14th June 2025
આર્થિક ભીંસથી કંટાળીને શાપરના હિરેનભાઇએ રાજકોટમાં ફિનાઇલ પીધું
આધેડે કહ્યું-ઘરેથી ફિનાઇલ લઇને જ નીકળ્યો હતોઃ સાંજ સુધી કામ શોધવા છતાં મેડ ન પડતાં સોરઠીયા વાડી સર્કલ પાસે ગટગટાવી લીધું!

રાજકોટ તા. ૧૪: શાપર વેરાવળમાં ક્રિષ્ના મેડિકલ સ્ટોર પાસે રહેતાં હિરેનભાઇ ચંદુલાલ પાઉ (ઉ.વ.૪૬) નામના આધેડે સાંજે સાડા સાતેક વાગ્યે રાજકોટમાં સોરઠીયા વાડી સર્કલ નજીક ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે દાખલ કરાયા હતાં.
બનાવની જાણ હોસ્પિટલ પોલીસ ચોકીના રામશીભાઇ, મહેશભાઇ, ધર્મેન્દ્રભાઇ, પ્રશાંતભાઇ અને શક્તિસિંહે ભક્તિનગર પોલીસને કરી હતી. હિરેનભાઇએ જણાવ્યું હતું કે હું એક બહેન અને ત્રણ ભાઇમાં નાનો છું. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. અગાઉ કંપનીમાં નોકરી કરતો હતો. પણ હાલ નોકરી છુટી જતાં બેકાર હોઉ આર્થિક ભીંસ ઉભી થઇ હતી. ગઇકાલે ઘરેથી ટેન્શન લઇને અને ફિનાઇલ લઇને નીકળી ગયો હતો. રાજકોટ સુધી આવી અલગ અલગ સ્થળે કામની શોધ કરી હતી. પરંતુ સાંજ સુધી મેડ ન પડતાં કંટાળીને સોરઠીયા વાડી સર્કલ પાસે ફિનાઇલ પી લીધું હતું. પોલીસે તેનું નિવેદન નોંધવા તજવીજ કરી હતી
(4:08 PM IST)










