News of Saturday, 14th June 2025
પુનિતનગર હા.બોર્ડમાંથી ગિરીરાજસિંહ વાળાને ૧ાા લાખના દારૂ સાથે તાલુકા પોલીસે દબોચ્યો
સાથે બીયરનો જથ્થો પણ મળ્યોઃ પીઆઇ ડી. એમ. હરિપરા, પીએસઆઇ ભરવાડની ટીમની કાર્યવાહીઃ હરપાલસિંહ જાડેજા, કુલદીપસિંહ, મુકેશભાઇ, બળભદ્રસિંહની બાતમી

રાજકોટ તા. ૧૪: પુનિતનગર હાઉસીંગ બોર્ડ ક્વાર્ટરમાં રહેતાં શખ્સના ઘરમાં વિદેશી દારૂનો જથ્થો પડયો હોવાની અને તે ગેરકાયદે વેંચાણ કરતો હોવાની માહિતીને પગલે તાલુકા પોલીસે દરોડો પાડી આ શખ્સને રૂા. ૧,૫૦,૨૪૦ના વિદેશી દારૂ સાથે પકડી લીધો હતો.
ડી. સ્ટાફની ટીમ દારૂ જૂગારની પ્રવૃતિ અટકાવવા પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઇ હરપાલસિંહ જાડેજા, કોન્સ. કુલદીપસિંહ જાડેજા, મુકેશભાઇ ડાંગર અને બળભદ્રસિંહ જાડેજાને બાતમી મળી હતી કે પુનિતનગર પાણીના ટાંકા પાસે હાઉસીંગ બોર્ડ ક્વાર્ટર નં. ૩૩૨માં રહેતાં ગિરીરાજસિંહ પ્રતાપસિંહ વાળા (ઉ.વ.૩૫)ના ઘરમાં વિદેશી દારૂનો જથ્થો છે અને તેનું વેંચાણ થઇ રહ્યુ છે. આ બાતમી પરથી દરોડો પાડવામાં આવતાં ઓલ સીઝનની ૫૨૮૦૦ની ૪૮ બોટલો, રોયલ ચેલેન્જની ૩૧૨૦૦ની ૨૪ બોટલો, રોયલ સ્ટેગની ૩૧૨૦૦ની ૨૪, મેકડોવેલ્સ નંબર વનની ૨૬૪૦૦ની ૨૪ બોટલો અને ૯૪૬૦ના કીંગફીશર બીયરના ૪૮ ટીન મળી આવતાં ૧,૫૦,૪૦૦નો દારૂ-બીયરનો જથ્થો તેમજ મોબાઇલ ફોન મળી ૧,૬૦,૨૪૦નો મુદ્દામાલ કબ્જે કરી તેની ધરપકડ કરી હતી.
ગિરીરાજસિંહ આ દારૂ ક્યાથી લાવ્યો? કેટલા સમયથી વેંચે છે? તે સહિતની તપાસ થઇ રહી છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસપીી જગદીશ બાંગરવા, એસીપી બી. જે. ચોૈધરીની સુચના અંતર્ગત પીઆઇ ડી. એમ. હરિપરાની રાહબરીમાં પીએસઆઇ બી.આર. ભરવાડ, એએસઆઇ હરપાલસિંહ જાડેજા, કોૈશેન્દ્રસિંહ ઝાલા, અજયભાઇ ભુંડીયા, અક્ષયભાઇ નાથાણી, કોન્સ. ભીખુભાઇ મૈયડ, મયુરસિંહ જાડેજા, શિવભદ્રસિંહ ગોહિલ, ઉગાભાઇ બાળા, બલભદ્રસિંહ જાડેજા, નિકુંજભાઇ મારવીયા, કુલદિપસિંહ જાડેજા અને મહેશભાઇ ડાંગરે આ કામગીરી કરી હતી.
(2:42 PM IST)










