News of Saturday, 14th June 2025
ભેરૂ તારો સાંભળશે સથવારો...

તારો અમને સાંભળશે સથવારો
ભેરૂ તારો સાંભળશે સથવારો,
જ્યાં સુધી આભની માંહી જબુકશે,
ચાંદો-સુરજ ઝબકારો રે,
વિજય તારો સાંભળશે સથવારો,
ભાઈબંધ તારો સાંભળાશે સથવારો (૧)
વિસરાશે નહીં ભ્રાતા, ગુણ તારા અગણિત
હસતાં બોલાવતા આંગણિયે,
ભાઈ-ભેરૂબંધ થઈ ભેગા મળતાં,
કોણ હવે હેતે બોલાવે રે....
વિજય તારો સાંભળશે સથવારો,
ભાઈબંધ તારો સાંભળશે સથવારો, (૨)
કરી ગયા તમે બંધુ, ઉજળું આ જીવતર
દુનિયા સદા યાદ કરશે.
ડગલે ને પગલે યાદ તારી આવશે,
કોણ દેશે હવે આવકારો રે....
વિજય તારો સાંભળશે સથવારો,
ભાઈબંધ તારો સાંભળશે સથવારો,
હે...ભેરૂ તારો સાંભળશે સથવારો,
સમગ્ર ‘ડર્ટી-ડઝન' ગૃપના સભ્યો વતી ગૃપના સભ્ય એવા શૈલેષ વ્યાસ દ્વારા આત્મિય સ્વજન સ્વ.વિજયભાઈ રૂપાણીને શબ્દાંજલિ અર્પણ
(2:44 PM IST)










