<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th June 2025

વિજયભાઇની વિદાયથી શ્રેષ્‍ઠ સંગઠનકારની ખોટઃ ચેતન રામાણી

 

રાજકોટઃ ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી તેમજ ખેડૂત આગેવાન ચેતનભાઇ રામાણીએ  વિજયભાઇ રૂપાણીના નિધનથી શોક વ્‍યકત કરતા જણાવ્‍યું છે કે, ભારતીય જનતા પાર્ટીને એક શ્રેષ્ઠ સંગઠનકાર તેમજ બહુમુલ્‍ય માર્ગદર્શક આપતા વ્‍યકતીની આજ એક બહુ મસ મોટી ખોટ પડી છે કેમ કે કોર્પોરેટર થી માંડી પ્રદેશ પ્રમુખ, કેબિનેટ મંત્રી અને ત્‍યારબાદ રાજયના મુખ્‍યમંત્રી રહ્યા તદઉપરાંત માત્ર રાજકીય ક્ષેત્રે નહી પરંતુ સામાજીક અને ધાર્મિક ક્ષેત્રે પણ પણ તેઓની ખોટ વર્તાશે. ખાસ કરીને રાજકોટને એઇમસ હોસ્‍પીટલ, આંતરરાષ્‍ટ્રીય એરપોર્ટ, અટલ સરોવર, વિદેશને પાછળ મુકે એવા ૧૫૦થી વધુ ફુટનો નવો રીંગરોડ જેવા અનેક વિકાસના કામોને વેગ આપ્‍યો હતો તેમજ ધાર્મીક ક્ષેત્રે માટે તેમની સાથે અવાર નવાર સ્‍વામીનારાયણ, વૈષ્‍ણવ તેમજ જૈન સંપ્રદાયોમા જવાનુ રહેતુ જેમા ખૂબ જ સહજતાથી સંતો-મહંતો-આચાર્યોના પ્રશ્નના નિરાકરણ લાવવા કટીબધ્‍ધ રહેતા હર્ષોલ્લાસથી હરીભક્‍તોના તોહને વઘાવતા અને પ્રસંગોને શોભાવતા. આજે જ્‍યારે તેમના પન્‍ની અંજલીબેન અને પુત્ર રૂષભ સાથે કેટલાક પરીવારોને પોતાના પરીવારના વડાની ખોટ પડી છે ત્‍યારે ગત સંઘ સમયથી સ્‍વામિનારાયણ મંદિર વડતાલ, ગઢપુર, જૂનાગઢ, જેતપુર, અમદાવાદ, ધોલેરા, ભૂજ, રાજકોટ વિગેરે સ્‍થળો પર સંતો દ્રારા ધૂન કિર્તન કરી તમામ મળત્‍યુ પામેલા લોકોના પરિવારજનોને ઇષ્‍વર દુઃખ સહન કરવાની શક્‍તિ અને બળ આપે અને દિવગંત આત્‍મા ને ચિર શાંતી પ્રદાન થાય તે હેતુથી પ્રાર્થના કરી હતી.(

(4:07 PM IST)