<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th June 2025

વિજયભાઇના નિધનથી ગુજરાતે વિચક્ષણ રાજ નેતા ગુમાવ્‍યા : હબીબ કટારીયા - ફારૂક બાવાણી

 

રાજકોટ તા. ૧૪ : મુસ્‍લિમ અગ્રણી ફારૂકભાઇ બાવાણી, હબીબભાઇ કટારીયા, ફારૂક કટારીયા, ઇમરાન શેખ, પરવેઝ કુરેશી, અમીનભાઇ મીરા, સબીરભાઇ કુહાડીયાએ અમદાવાદ પ્‍લેન દુર્ઘટનાના દિવંગતો પ્રત્‍યે સંવેદના વ્‍યકત કરી શ્રધ્‍ધાંજલી અર્પણ કરી છે. આ બનાવમાં દુઃખદ અવસાન પામેલ રાજયના પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીને પણ યાદ કરી ઉંડા શોકની લાગણી વ્‍યકત કરતા જણાવ્‍યુ છે કે વિજયભાઇ સરળ સ્‍વભાવનું વ્‍યક્‍તિત્‍વ ધરાવતા હતા. તેમણે કરેલા વિકાસકાર્યોને રાજકોટની પ્રજા કયારેય વિસરી નહીં શકે. નાનામાં નાના માણસને સાંભળી તેમના પ્રશ્‍નોનો ત્‍વરીત નિકાલ લાવવાની કુનેહ તેઓ ધરાવતા હતા. તેમની વિદાયથી ગુજરાતે વિચક્ષણ રાજપુરૂષ ગુમાવ્‍યા છે. તેમ શ્રધ્‍ધા સુમન અર્પણ કરતા હબીબભાઇ ગનીબાપુ કટારીયા અને ફારૂકભાઇ બાવાણીએ જણાવ્‍યુ છે.

(2:52 PM IST)