News of Saturday, 14th June 2025
રાજકોટ કાર એસેસરીઝ એસોસિયેશન દ્વારા અમદાવાદ પ્લેન દુર્ઘટનાના મળતકો અને વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ

રાજકોટ, તા. ૧૪: રાજકોટ કાર એસેસરીઝ એસોસિયેશન (RCAA) દ્વારા તાજેતરમાં અમદાવાદ ખાતે બનેલી દુઃખદ પ્લેન દુર્ઘટનામાં મળત્યુ પામેલા તમામ દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે. આ ઉપરાંત, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના લોકપ્રિય નેતા શ્રી વિજયભાઈ રૂપાણીના નિધન બદલ પણ ઊંડી શોકાતુર શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. આ દુઃખદ ઘટનાને પગલે, RCAA દ્વારા આજે સવારે ૧૧ વાગ્યે બોમ્બે હોટેલ ચોક ખાતે એક મૌન સભાનું આયોજન કરવામાં આવેલ. આ સભામાં RCAAના તમામ સભ્યો ઉપસ્થિત રહેલ. RCAAના તમામ સભ્યોએ આ દુઃખના સમયે સ્વયંભૂ રીતે અડધો દિવસ બંધ પાળી મૃતકોને શ્રધ્ધાંજલી અર્પણ કરેલ. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(2:52 PM IST)










